AHAVADANGGUJARAT

KVK વઘઈ ખાતે “પીએમ ધન ધાન્ય કૃષિ યોજના” અંતર્ગત જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ. ડૉ. ઝેડ. પી. પટેલ, વિસ્તરણ શિક્ષણ નિયામક ડૉ. હેમંતભાઈ શર્મા અને કે.વી.કે. વઘઈના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા, ડૉ. જે. બી. ડોબરીયાના માર્ગદર્શન હેઠળ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઇ ખાતે “પીએમ ધન ધાન્ય કૃષિ યોજના” અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત  ચંદરભાઈ ગાવિત પ્રમુખ તાલુકા પંચાયત વઘઈ,તેમજ પંકજભાઈ પટેલ તાલુકા સદસ્ય પ્રતિનિધિ મંડળ આ કાર્યક્રમ અંતર્ગત ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રી ધન ધાન્ય યોજના અંતર્ગત વિશેષ માહિતી આપી ખેડૂતોને પ્રોત્સાહિત કર્યા હતા. સદર કાર્યક્રમમાં શિયાળુ ઋતુમાં ખેતી કાર્યનું આયોજન, પ્રદેશ આધારિત  કૃષિ તાંત્રિકતા, કઠોળ પાકોને પ્રોત્સાહન,પ્રાકૃતિક ખેતી પધ્ધતિ અને પ્રધાનમંત્રી ધન ધાન્ય યોજના તેમજ GST બચત ઉત્સવ વિષય પર ખેડૂતોને માર્ગદર્શન મળી રહે તે હેતુથી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઈના તમામ વૈજ્ઞાનિકોએ અત્યંત જરૂરી માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં ખેડૂતોએ માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વિવિધ કૃષિ પરિયોજનાઓનું ઉદ્ઘાટન રાષ્ટ્રીય કૃષિ વિજ્ઞાન પરિસર, પૂસા, નવી દિલ્હી થી લાઈવ ટેલીકાસ્ટ ના માધ્યમથી નિહાળ્યું હતું. સદર કાર્યક્રમમાં ૪૫૦ થી પણ વધારે ખેડૂત ભાઈઓ તેમજ બહેનો ઉપસ્થિત રહી કાર્યક્રમ ઉપસ્થિત રહી પ્રતિભાવો આપ્યા હતા.

Back to top button
error: Content is protected !!