પશુ વિજ્ઞાન કેન્દ્ર, ભુતવડ અને પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, કામધેનુ યુનિવર્સીટી, જૂનાગઢ દ્વારા મોટા ગુંદાળા ગામ ખાતે પશુ આરોગ્ય અને સારવાર શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં મોટા ગુંદાળા ગામ અને કામધેનુ ગૌશાળા, મોટા ગુંદાળાના કુલ ૨૬૬ પશુઓને સારવાર આપવામાં આવી હતી. જેમાં ૨૫૧ પશુઓને કૃમિનાશક દવા આપવામાં આવી હતી આ ઉપરાંત પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, કામધેનુ યુનિવર્સીટી, જૂનાગઢના નિષ્ણાંત અને મદદનીશ પ્રાધ્યાપકશ્રી ડો.સુરેશ કુમાર માવદીયા (મેડીસીન), શ્રી ડો.જીગ્નેશ વડાલીયા (સર્જરી) અને શ્રી ડો.દેવાશીભાઈ બોરખતરિયા (ગાયનેકોલોજી) દ્વારા ૧૫ પશુઓની તપાસ કરીને તેમની સારવાર કરવામાં આવી હતી. ઉક્ત સમગ્ર કાર્યક્રમના સફળ આયોજન અને સંચાલન બદલ મોટા ગુંદાળા ગામના સરપંચશ્રી ગોપાલભાઈ હીરપરા, પશુ વિજ્ઞાન કેન્દ્ર, ભુતવડના નોડલ અધિકારીશ્રી ડો.સુરેન્દ્ર સાવરકર, પશુચિકિત્સા મહાવિદ્યાલય, જૂનાગઢના આચાર્યશ્રી ડો.પી.એચ.ટાંક, સહ પ્રાધ્યાપકશ્રી ડો.દીનદયાલ અને પશુધન નિરીક્ષકશ્રી અંકુર દેસાઈ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. તેમ આચાર્યશ્રી, પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, જૂનાગઢની યાદીમાં જણાવવામાં આવ્યું છે
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ