GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA ટંકારાની હરબટીયાળી પ્રાથમિક શાળામાં “સૃષ્ટિનું સંવર્ધન” કાર્યક્રમ યોજાયો 

 

TANKARA ટંકારાની હરબટીયાળી પ્રાથમિક શાળામાં “સૃષ્ટિનું સંવર્ધન” કાર્યક્રમ યોજાયો

 

આજે હરબટીયાળી પ્રાથમિક શાળામાં ચકલી તેમજ કીડીઓ માટેનો “સૃષ્ટિનું સંવર્ધન”શીર્ષક હેઠળ બે કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી. આજ ૨૦માર્ચ વિશ્વ ચકલી દિવસ નિમિતે બાળકોને લાકડાના ૧૦૦ ચકલીના માળા ભેટમાં આપવામાં આવ્યા.અને શાળામાં લગાવવામાં પણ આવ્યા.


આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ચકલીઓના સંરક્ષણ અને તેમના નિવાસસ્થાનની સંરક્ષણ માટે જાગૃતિ લાવવાનો હતો. શાળાના બાળકોને ચકલીઓના મહત્વ અને સંરક્ષણ માટે શાળાના આચાર્ય શ્રી હરેશભાઈ અને શિક્ષકો દ્વારા માર્ગદર્શન અને જાણકારી આપવામાં આવી.આ ઉપરાંત ચૈત્ર મહિનો ચાલે છે. આ મહિના માં કીડિયારું પૂરવાનું ખૂબ મહત્વ હોય છે. ગીતાબેન દ્વારા કીડિયારું તૈયાર કરવામાં આવ્યું અને દરેક ઝાડ ના થડ પાસે બાળકો દ્વારા કીડિયારું પુરવામાં આવ્યું.
આમ હરબટીયાળી પ્રાથમિક શાળામાં એક સુંદર મજાનો “સૃષ્ટિનું સંવર્ધન” કાર્યક્રમ યોજાઈ ગયો. આ કાર્યક્રમનું આયોજન ગીતાબેન સાંચલા દ્વારા કરવામાં આવ્યું હતું.

Check Also
Close
Back to top button
error: Content is protected !!