Rajkot: “મિશન શક્તિ યોજના” હેઠળ જાગૃતિ કાર્યક્રમ યોજાયા
તા.૧૩/૯/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
‘ડીસ્ટ્રીકટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન’ વિભાગ દ્વારા રીજીયોનલ સાયન્સ સેન્ટર, રાજકોટની એક્સપોઝર વિઝીટ લેતા ૧૦૦ થી વધુ વિદ્યાર્થીઓ
Rajkot: દેશમાં મહિલ સશક્તિકરણને મજબૂત બનાવવા માટે સંકલિત સેવાઓ પૂરી પાડતી મિશન શક્તિ પહેલના ભાગ રૂપે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, રાજકોટના ઉપક્રમે “સંકલ્પ ડીસ્ટ્રીકટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન” (DHEW) દ્વારા તા. ૦૨/૦૯/૨૦૨૫ થી ૧૨/૦૯/૨૦૨૫ દરમ્યાન વિવિધ થીમ આધારિત “સ્પેશિયલ અવેરનેશ કેમ્પેઈન” યોજાયું હતું.
જે અંતર્ગત રીજીયોનલ સાયન્સ સેન્ટર, રાજકોટની એક્સપોઝર વિઝીટનો લાભ ક્રિષ્ના ઇન્ટરનેશનલ સ્કૂલ ત્રંબાના ૧૦૦ થી વધુ વિદ્યાર્થીઓને મળ્યો હતો. આ વિદ્યાર્થીઓએ સાયન્સ સેન્ટરની કુલ ૦૬ ગેલેરીની વિઝીટ કરીને વિજ્ઞાનના દરેક પહેલુને બારીકાઈ જાણ્યા અને માણ્યા હતા. વિદ્યાર્થીઓના ટિકિટ અને ભોજનનો ખર્ચ સરકારશ્રી દ્વારા ચૂકવવામાં આવ્યો હતો.
આ પ્રસંગે ડીસ્ટ્રીકટ મિશન કો-ઑર્ડીનેટર જેવીના માણાવદરીયા, જેન્ડર સ્પેશિયાલિસ્ટ સુનિતા મુંગરા અને શ્રી તપન નથવાણી, એકાઉન્ટ આસિસ્ટન્ટ મિત્તલ જોશી, ક્રિષ્ના ઇન્ટર નેશનલ સ્કૂલના ટ્રસ્ટીશ્રી તૃપ્તિ ગજેરા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.