VALSAD: કપરાડામાં “બેટી બચાવો, બેટી પઢાવો” યોજના અંતગર્ત જાગૃતિ સેમિનાર યોજાયો…
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
સરપંચો અને તલાટીઓ દીકરીનો જન્મ, શિક્ષણ, સુરક્ષા અને સશક્તિકરણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું
વલસાડ જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી દ્વારા “બેટી બચાવો, બેટી પઢાવો” યોજના ગ્રામ્ય સ્તરે પહોંચાડવા માટે સરપંચશ્રીઓ તથા તલાટીશ્રીઓ સાથે કપરાડા તાલુકામાં કોલેજ રોડ પર શિક્ષણ ભવન ખાતે જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ દરમિયાન “બેટી બચાવો, બેટી પઢાવો” યોજનાનો મુખ્ય હેતુમાં દીકરીનો જન્મ, શિક્ષણ, સુરક્ષા અને સશક્તિકરણ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે સાથે “વ્હાલી દીકરી યોજના” અંતર્ગત મળતા લાભ અંગે પણ માહિતી આપવામાં આવી, જેથી દરેક દીકરીને આ યોજનાનો લાભ મળી શકે. મહિલા અને બાળ અધિકારીની કચેરીની વિવિધ યોજનાની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન બાળલગ્ન પ્રતિબંધ અધિનિયમ અંગે પણ સમજણ આપવામાં આવી હતી. સખી વન સ્ટોપ સેન્ટર” ની કામગીરી વિશે પણ માહિતી આપવામાં આવી હતી. પોલીસ બેઇડ્ઝ સપૉર્ટ સેન્ટરની કામગીરીની માહિતી પણ આપવામાં આવી હતી. કાર્યક્રમ દરમ્યાન “બેટી બચાવો, બેટી પઢાવો” તેમજ વિવિધ યોજનાના પ્રેરણાત્મક વિડીયો પણ ઉપસ્થિત સભ્યોને બતાવવામાં આવ્યા હતા, જેના દ્વારા બાળીકાઓના શિક્ષણ અને સુરક્ષા અંગે મહત્વપૂર્ણ સંદેશ પહોંચાડવામાં આવ્યો. કાર્યક્રમ અંતે તમામ ઉપસ્થિત અધિકારીઓ, સરપંચશ્રીઓ અને તલાટીશ્રીઓએ “બેટી બચાવો, બેટી પઢાવો ” યોજનાની પ્રતિજ્ઞા લીધી અને યોજનાના હેતુઓને સિદ્ધ કરવા માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
આ કાર્યક્રમમાં કપરાડા તાલુકા પંચાયત પ્રમુખ, જિલ્લા મહિલા અને બાળ અધિકારી, દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પંચાયતના સભ્યો તેમજ વિવિધ વિભાગોના અધિકારી/કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.