
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી-નખત્રાણા કચ્છ.
નખત્રાણા,તા-13 ફેબ્રુઆરી : કચ્છ જિલ્લામાં “બેટી બચાઓ બેટી પઢાઓ” યોજનાના અધ્યક્ષ કલેકટરશ્રીના માર્ગદર્શન તથા જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીના નેજા હેઠળ ડીસ્ટ્રીક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન (DHEW)ની ટીમ દ્વારા “બેટી બચાઓ બેટી પઢાઓ” યોજનાના ૧૦ વર્ષ પૂર્ણ થયાની ઉજવણી અંતર્ગંત નખત્રાણા તાલુકાના વિથોણ ખાતે પી.સી.એન્ડ પી.એન.ડી.ટી.એક્ટ અન્વયે જાગૃતિ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. DHEW ટીમના સ્પેશિયલ ફાઇનાન્સીયલ ઇન લીટ્રેસી પૂજાબેન પરમાર દ્વારા પી.સી. એન્ડ પી.એન.ડી.ટી.એક્ટ વિષે ગર્ભાવસ્થા પહેલા અને પ્રસૂતિ પહેલા નિદાન તકનીકો અધિનિયમ,૧૯૯૪, સ્ત્રી ભ્રૂણહત્યા રોકવા અને ભારતમાં ઘટતા લીંગ ગુણોત્તરને રોકવા માટે ઘડવામાં આવેલા કાયદા તથા કાયદાનું ઉલ્લંઘન કરનારને મળનારી સજા વિષે વિસ્તૃત માહિતી આપી હતી. પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્ટર – ભુજના પ્રિતીબેન વિગોરા દ્વારા સેન્ટર અંગે તેમજ વિવિધ મહિલાલક્ષી યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી હતી. “સખી” વન સ્ટોપ સેન્ટરના પેરા મેડીકલ વર્ષાબેન બાંભણીયા દ્વારા સેન્ટર અંગેની માહિતી આપવામાં આવી. જેમાં સામાજિક કાર્યકર મેમુનાબેન રાજા, કાર્યક્રમમાં માસ્ટર ઓફ સોશિયલ વર્કના તાલીમાર્થી હેતલબેન આયર, ગામની મહિલાઓ પણ જોડાઇ હતી. બેટી બચાઓ, બેટી પઢાઓ અંતગર્ત સમાજમાં દીકરી જન્મનું પ્રભુત્વ વધે તથા દીકરીઓના સ્થાન બાબતે સમાજમાં હકારાત્મક અભિગમ કેળવાય તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.



