GUJARATKHERGAMNAVSARI

ખેરગામ રામજી મઁદિરે ” અયોધ્યા પાટોત્સવ “ધામધૂમ થી ઉજવાયો 

વાત્સલ્યમ્ સમાચાર

દિપક પટેલ-ખેરગામ

ખેરગામ ના 150 વર્ષ પુરાણું રામજી મઁદિરે  અયોધ્યા રામ મઁદિર ના પ્રથમ પાટોત્સવ પ્રસંગે હિન્દૂ સઁગઠન દ્વારા ધામ ધૂમ થી ઉજવણી કરવામાં આવી હતી સવારે આચાર્ય ધ્રુવ જાની,પુરષોત્તમ મહારાજ અને હર્ષ જાની ડેલાવાળા એ રામ હનુમન્ત યજ્ઞ કરવામાં આવ્યો હતો, આ રામજી ની સામે 14વરસ ની ઉંમરે ભાગવત કથા નો આરંભ કરનાર
કથાકાર પ્રફુલભાઇ શુક્લ એ આશીર્વાદ આપતાં કહ્યું હતું કે અયોધ્યા ના રામ આખા વિશ્વના રામ છે રામ નામ જ વિશ્વ ને આરામ આપે છે ,આજે પ્રતીક્ષા દ્વાદશી ના પાવન દિવસે શ્રી રામજી ની ભવ્ય શોભા યાત્રા નીકળી હતી જેમાં જીતુભાઇ પટેલ, ભૌટેશ કસારા, કાર્તિક પટેલ સનાતન રા્મોત્સવ પ્રમુખ ધર્મેશભાઈ ભરુચા જીજ્ઞાબેન પટેલ, મમતાબેન પટેલ, પુસ્પા બેન કુંવાવાળા  અટલબિહારીજી, નિકુંજ  કંસારા કિરણભાઈ ગજ્જર, અનિલભાઈ કાપડિયા, ભા, જ, પ, યુવા એડવોકેટ નિશાંત પરમાર,યુવક મન્ડળ, રામજી મઁદિર ટ્રસ્ટ, ગોપી મંડળ, ગામના આગેવાનો, વેપારી મન્ડળ,તથા હિન્દૂ ભાઈ બેહનો રામજી ના જયજ્યકાર સાથે જોડાયા હતા, સમગ્ર ખેરગામ મા અયોધ્યા જેવું વાતાવરણ સર્જાયું હતું,” જય શ્રી રામ ” ગગનભેદી નારા થી રામજી મંદિર ગુંજી ઉઠ્યું હતું અંતમાં બપોરે હજારો રામભક્તો એ ભોજનપ્રસાદ લીધો હતો

Back to top button
error: Content is protected !!