NATIONAL

નાસિકમાં ફાયરિંગ પ્રેક્ટીસ દરમિયાન 2 અગ્નિવીરોના મોત, બે પૈકી એક રાજકોટનો જવાન

મહારાષ્ટ્રના નાશિક આર્ટિલરી સેન્ટરમાં મોટી દુર્ઘટના બની હતી. અહીં તાલીમ દરમિયાન તોપમાંથી છોડવામાં આવેલો એક ગોળો ફાટતા બે અગ્નિવીરના મૃત્યુ થયા છે,

મહારાષ્ટ્રના નાસિક આર્ટિલરી સેન્ટરમાં મોટી દુર્ઘટના બની હતી. જ્યાં અગ્નિવીરો ફાયરિંગની પ્રેક્ટિસ કરી રહ્યા હતા આ દરમિયાન વિસ્ફોટ થયો હતો. જેમાં બે અગ્નિવીર જવાનના મોત થયા છે. તો મળતી માહિતી અનુસાર, મૃત્યુ પામનાર બે પૈકી એક ગુજરાતના રાજકોટનો જવાન હતો. જેની પોલીસે માહિતી આપી છે.

એક અધિકારીના જણાવ્યા અનુસાર, નાસિકના આર્ટિલરી સેન્ટરમાં અગ્નિવીરો ફાયરિંગની તાલીમ લઈ રહ્યો હતા. આ દરમિયાન અગ્નિવીરોની એક ટીમ તોપમાંથી ગોળા ફેંકી રહી હતી ત્યારે અચાનક તોપનો ગોળો ફાટ્યો હતો. જેમાં પશ્ચિમ બંગાળના અગ્નિવીરના સૈફત શિત (21) અને ગુજરાતના ગોહિલ વિશ્વરાજ સિંહ (20) મૃત્યુ પામ્યા. જ્યારે ઘાયલ એક અગ્નિવીરની  સારવાર દેવલાલીની એમએચ હોસ્પિટલમાં ચાલી રહી છે.

નાસિક આર્ટિલરી સેન્ટરમાં નિયમિત તાલીમ સત્ર દરમિયાન સૈનિકો લાઈવ ફાયર પ્રેક્ટિસમાં વ્યસ્ત હતા ત્યારે આ દુર્ઘટના થઈ હતી. ધિકારીઓએ જણાવ્યું કે તોપ લોડ કરતી વખતે અચાનક શેલ ફાટી ગયો, જેના કારણે બંને અગ્નિવીરો ઘાયલ થયા હતા જે બાદ તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન બંનેના મોત થયા હતા.

નાસિકના દેવલાલી કેમ્પ સ્થિત આર્ટિલરી સેન્ટરમાં તાલીમ દરમિયાન બે અગ્નિવીરોના કરૂણ મોત થયા છે. દેવલાલી કેમ્પ સ્થિત આર્ટિલરી ફાયરિંગ રેન્જમાં ‘IFG ઈન્ડિયન ફિલ્ડ ગન’થી ફાયરિંગ ચાલી રહ્યું હતું. અહેવાલો અનુસાર, જ્યારે શેલ વિસ્ફોટ થયો, ત્યારે તેના ટુકડા પીડિતોના શરીરમાં પ્રવેશ્યા અને બંને ગંભીર રીતે ઘાયલ થયા હતા. જે બાદ સારવાર દરમિયાન એમનું મોત નિપજ્યું હતું.

Back to top button
error: Content is protected !!