GUJARATJUNAGADH

જૂનાગઢ જિલ્લા પંચાયત ખાતે પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટની સમીક્ષા બેઠક મળી

જૂનાગઢ જિલ્લા પંચાયત ખાતે પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટની સમીક્ષા બેઠક મળી

જિલ્લા પંચાયત ભવન જૂનાગઢ ખાતે પી.સી.એન્ડ પી.એન.ડી.ટી.એકટ- 1994 ની સલાહકાર સમિતિની સમીક્ષા બેઠક મળી હતી. બેઠકમાં જિલ્લાની વિવિધ હોસ્પિટલ, ક્લિનિક, આરોગ્ય સંસ્થાઓને નવા રજીસ્ટ્રેશન માટે બે તેમજ રીન્યુઅલ રજીસ્ટ્રેશન આપવા માટે ચાર સંસ્થાને મંજુરી આપવામાં આવી હતી. તેમજ સોનોગ્રાફી મશીન મશીન લે-વેચ અને હોસ્પિટલના સોનોગ્રાફી મશીન તેમજ હોસ્પિટલોમાં ડોક્ટરોના ફેરફાર બાબત ની સમીક્ષા કરવામાં આવી હતી.બેઠકમાં થયેલ ચર્ચા અનુસાર સમિતિ દ્વારા કરવામાં આવેલ કલીનીક ઈન્સ્પેકશનનો રીવ્યુ કરવામાં આવ્યુ હતુ. તેમજ જિલ્લામાં કોઈપણ જગ્યાએ પી.સી. અને પી.એન.ડી.ટી. એક્ટનો ભંગ થતો હોવાના કિસ્સામાં તે અંગે કડક કાર્યવાહી કરવામાં આવશે.આ બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો.અલ્પેશ સાલ્વિ દ્વારા હાજર સભ્યો અને અધિકારીશ્રીઓનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉક્ત સમીક્ષા બેઠકમાં સમિતિના અધ્યક્ષ શ્રીમતી ભાવનાબેન વૈશ્નવ, તેમજ આરોગ્ય શાખાના અધિકારીશ્રીઓ અને સંબંધિત શાખાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!