BHARUCHGUJARAT

વિશ્વ શૌચાલય દિવસની ઉજવણી નિમિત્તે ‘‘આપણુ શૌચાલય, આપણુ સન્માનની થીમ હેઠળ ગામડાઓમાં સ્વચ્છતાને લગતી વિવિધ સાફ સફાઈના કાર્યક્રમો યોજાયા

ભરૂચ જિલ્લામાં વિશ્વ શૌચાલય દિવસની ઉજવણી
****


****

સમીર પટેલ, ભરૂચ
ભરૂચ – ગુરુવાર – સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ યોજના અંતર્ગત વિશ્વ શૌચાલય દિવસ-2024ની ઉજવણી અંતર્ગત તા. 19 નવેમ્બરથી તા. 10 ડિસેમ્બર સુધીના અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે ભરૂચ જિલ્લાના ૯ તાલુકામાં વિવિધ રીતે ઉજવણી કરવામાં આવી રહી છે. જે અન્વયે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હેઠળના તમામ તાલુકાઓમાં SBM-G યોજના હેઠળ ભરૂચ જિલ્લામાં ‘‘આપણુ શૌચાલય, આપણુ સન્માન થીમ હેઠળ વિશ્વ શૌચાલય દિવસની ઉજવણી નિમિત્તે ગામડાઓમાં સ્વચ્છતાને લગતી વિવિધ સાફ સફાઈના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. આગામી દિવસોમાં પણ સ્વચ્છતાને લગતા આ કાર્યક્રમો ચાલુ રહેશે. ગ્રામ્ય કક્ષાએ સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત બનાવવામાં આવેલા સામુહિક શૌચાલયનો કાર્યક્ષમ ઉપયોગ થાય તે માટે જર્જરિત થયેલા CSC નું મરામત પણ કરવામાં આવનાર છે. સામુહિક શૌચાલય અને વ્યક્તિગત શૌચાલયની સાફ સફાઈની કામગીરી કરી વિશ્વ શૌચાલય દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
****

Back to top button
error: Content is protected !!