બાલાસિનોર પબ્લીક સ્કૂલના વિધાર્થી અયાન શેખ રાજ્ય કક્ષાની વોલીબોલ હાઈટ હંટ સ્પર્ધામાં જીલ્લા માં પ્રથમ ક્રમ મેળવ્યો

તારીખ ૧૭/૦૬/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
ગુજરાતના છેવાડાના ગામડાઓમાં કે અન્ય વિસ્તારોમાં રહેતા ખેલાડીઓમાં રહેલી સુષુપ્ત શકિતઓ બહાર આવે અને તેઓ તાલુકા કક્ષાએથી ખેલ-કુદમાં આગળ વધે અને જિલ્લા તેમજ રાજ્ય કક્ષાએ આગળ વધીને રાજ્ય અને દેશનું ગૌરવ વધારે તે હેતુથી દર વર્ષે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે જેમાં શાળા-કોલેજના વિદ્યાર્થીઓથી લઈને વિવિધ વય જૂથના ખેલાડીઓ વિવિધ રમતોની સ્પર્ધામાં ભાગ લે છે જે અંતર્ગત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે જે અંતર્ગત રાજ્ય કક્ષાની સ્પર્ધામાં બાલાસિનોર પબ્લીક સ્કૂલના વિધાથીૅએ દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા ખાતે યોજાયેલી રાજ્ય કક્ષાની સ્પર્ધા બેટરી ટેસ્ટમા ( પી. ટી ) વોલીબોલ હાઈટ હંટ કેટેગરીમાં અયાન શેખ જે મહિસાગર જીલ્લામાં પ્રથમ ક્રમ મેળવી શાળા તથા તાલુકાએ ખૂબ સરસ સિધ્ધિ પ્રાપ્ત કરેલ છે સાથે સાથે રાજ્ય સરકાર દ્વારા ચાલતી DLSS( જીલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ )આગામી દિવસોમાં પ્રવેશ મેળવશે,બાળકોની રમતગમત પ્રત્યેની રુચિ અને પીટીઆઈ સાની મલેક ની મહેનત થકી શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ પ્રકારની સ્પર્ધાઓમાં ભાગ લઇ ઉચ્ચ સિદ્ધિ પ્રાપ્ત કરેલ છે તે બદલ શાળા સંચાલક મંડળ તથા સમગ્ર સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી.





