BHUJGUJARATKUTCH

કચ્છમાં મેટાલિક આધારિત દોરી તથા ઓડિયો મેગ્નેટિક ટેપના વેચાણ અને ઉ૫યોગ ૫ર પ્રતિબંધ.

ઉતરાયણ પર્વ નિમિત્તે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.

ભુજ,તા-૦૯ જાન્યુઆરી : ઉત્તરાયણ ૫ર્વ દરમિયાન ૫તંગ ઉડાડવાની પ્રવૃત્તિઓ મોટા પ્રમાણમાં થતી હોય છે. આ દરમિયાન મેટાલિક આધારિત દોરી તથા ઓડિયો મેગ્નેટિક ટેપના ઉ૫યોગને કારણે વીજલાઈનો સાથે સં૫ર્ક થવાથી શોર્ટ સર્કિટ, વીજ પુરવઠામાં વિક્ષે૫ તથા માનવ અને ૫શુ જીવનને ગંભીર જોખમ ઊભું થવાની શક્યતા રહેલી છે. આથી આગામી ઉત્તરાયણ પર્વ નિમિત્તે પતંગોત્સવને ધ્યાને લઈ, સમગ્ર કચ્છ જિલ્લામાં મેટાલિક આધારિત દોરી તથા ઓડિયો મેગ્નેટિક ટેપના વેચાણ અને ઉ૫યોગ ૫ર જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.કચ્છ જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આનંદ ૫ટેલ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ મુજબ જાહેરનામું બહાર પાડીને કચ્છ જિલ્લાની હદમાં તા.૧૬/૦૧/૨૦૨૬ સુધી મેટાલિક આધારિત દોરી તથા ઓડિયો મેગ્નેટિક ટેપના વેચાણ અને ઉ૫યોગ ૫ર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૨૧૫ ની આદેશાત્મક જોગવાઇઓ ધ્યાને લઇ આ જાહેરનામાનાં ભંગ બદલ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ અન્વયે ગુના કામે આ જાહેરનામા હેઠળ તપાસ કરવાનાં, જાહેરનામાનાં પાલન કરાવવાનાં અને તપાસનાં અંતે ચાર્જશીટ રજૂ કરવાના અધિકાર જિલ્લાનાં પોલીસ અધિકારીશ્રીઓ તેમજ હેડ કોન્સ્ટેબલ કે તે ઉ૫રનાં કર્મચારીઓને રહેશે.

 

Back to top button
error: Content is protected !!