આસો સુદ નોમના દિવસે માનનીયશ્રી ધારાસભ્ય સાહેબ ગજેન્દ્રસિંહ પરમાર ના વરદ હસ્તે જગતપુરા પ્રાથમિક શાળામાં નવીન બોર નુ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.
અહેવાલ:-પ્રતિક ભોઈ (પ્રાંતિજ)
આજ રોજ આસો સુદ નોમના દિવસે માનનીયશ્રી ધારાસભ્ય સાહેબ ગજેન્દ્રસિંહ પરમાર ના વરદ હસ્તે જગતપુરા પ્રાથમિક શાળામાં નવીન બોર નુ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. સાથે સાથે શાળાના કમ્પાઉન્ડમાં મધ્યાહન ભોજન શેડ અને પેપર બ્લોક માટે જરૂરી ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી. તેમની સાથે, તલોદ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી દશરથસિંહ ઝાલા, જિલ્લા સદસ્ય અને પૂર્વ ચેરમેન મહિલા અને બાળ વિકાસ રેખાબા ઝાલા, તલોદ તાલુકા ભાજપ પ્રમુખ કલ્પેશભાઈ પટેલ, તલોદ તાલુકા પંચાયત ડેલિગેટ શ્રી વકતુસિંહ આર.સોલંકી, વાવ ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મહેન્દ્રસિંહ ઝાલા, તલોદ તાલુકા ભાજપ મહામંત્રી વી.ડી. ઝાલા અને રાકેશભાઈ પટેલ, તલોદ તાલુકા કિસાન સંઘ પ્રમુખ કોદરભાઈ પટેલ, પૂર્વ ચેરમેન તલોદ માર્કેટયાર્ડ વિનુભાઈ પટેલ,અને બહોળી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા… તમામ આગેવાનશ્રીઓનો ખૂબ ખૂબ આભાર..