5 જુલાઈ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
શ્રી એમ.બી. કર્ણાવત હાઇસ્કુલ, પાલનપુર ખાતે અષાઢ સુદ પૂનમના તહેવાર એવા ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ જોડાયા. શાળાની દીકરીઓ દ્વારા ગુરુજનોને કુમકુમ તિલક કરવામાં આવ્યા. શાળા સાથે ભારત વિકાસ પરિષદના સભ્યો પણ ગુરુપૂર્ણિમાના કાર્યક્રમની ઉજવણીમાં જોડાયા હતા. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ગુરુ વિશે વક્તવ્ય અને ભજન રજૂ કરવામાં આવ્યા હતા. જેને સંગીતબદ્ધ પણ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા જ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પણ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા જ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમમાં ગુરુમહિમા વિશે ખૂબ જ સુંદર રજૂઆતો કરવામાં આવી હતી.ગુરુપૂર્ણિમાના કાર્યક્રમની ભવ્ય ઉજવણી બદલ સંસ્થાના પ્રમુખશ્રી ઈશ્વરભાઈ કર્ણાવત સાહેબે તથા શાળાના આચાર્યશ્રી મિલનભાઈ સોલંકી સાહેબે ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા.
Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.