ભારતભરમાં ગૌ-હત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવા અને ગૌમાતાને રાષ્ટ્ર સ્તરીય સન્માન અપાવવાના સંકલ્પ સાથે વાવ થરાદ જિલ્લાના દિયોદર આજે 7 મે, ‘ગૌ સમ્માન દિવસ’ નિમિત્તે સણાદર અંબાજી ધામ ખાતેથી એક વિશાળ જન જાગૃતિ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે હજારોની સંખ્યામાં ગૌભક્તો અને સંતોએ ઉપસ્થિત રહી ગૌરક્ષા માટે મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો હતો.
ભવ્ય રેલી અને આવેદનપત્ર
સણાદર થી દિયોદર મામલતદાર કચેરી સુધી ગૌમાતાના રથ સાથે ભવ્ય પદયાત્રા અને વાહન રેલી યોજાઈ હતી. આશરે 42 હજાર ગૌભક્તોએ સહી કરેલ એક વિગતવાર પ્રાર્થના પત્ર (આવેદનપત્ર) મામલતદાર શ્રીને સુપ્રત કરવામાં આવ્યું હતું. ગૌભક્તોએ સૂત્રોચ્ચાર દ્વારા ગૌ-હત્યા બંધ કરવાની માંગ બુલંદ કરી હતી.
આ આંદોલન માત્ર દિયોદર પૂરતું મર્યાદિત ન રહેતા સમગ્ર ગુજરાતમાં વ્યાપક બનાવવાનું આયોજન કરાયું છે:
27 ઓક્ટોબર 2026: રાજ્ય સચિવના માધ્યમથી રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, રાજ્યપાલ અને ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને પ્રાર્થના પત્ર પાઠવવામાં આવશે.
દિયોદર ગજાનંદ ગૌ શાળાના શ્રધ્યે મુકુંદ મહારાજ ની અધ્યક્ષતામાં યોજાઈ ગૌ માતા ને રાષ્ટ્રમાતા જાહેર કરવા ગૌ ભક્તો ગૌ પ્રેમી ઓ સભા યોજી
*ગૌભક્તો અને સંતોની મુખ્ય માંગણીઓ*
સંપૂર્ણ પ્રતિબંધ: સમગ્ર ભારતમાં ગૌ-હત્યા પર કડક કાયદા સાથે પૂર્ણતઃ પ્રતિબંધ લાદવામાં આવે.
રાષ્ટ્રમાતાનું સન્માન: ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’, ‘રાષ્ટ્ર દેવ’ અથવા ‘રાષ્ટ્ર ધરોહર’નું સન્માનિત પદ એનાયત કરવામાં આવે.
કેન્દ્રીય મંત્રાલય: ગૌ સેવા માટે કેન્દ્રીય સ્તરે કડક કાયદો બને અને અલગથી *’કેન્દ્રીય ગૌ સેવા મંત્રાલય’**ની રચના કરવામાં આવે.
આંદોલનની ચીમકી
સભામાં ઉપસ્થિત વક્તાઓએ સ્પષ્ટ જણાવ્યું હતું કે, જો ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવામાં નહીં આવે, તો આગામી 27 જુલાઈથી જિલ્લા સ્તરે ઉગ્ર આંદોલન છેડવામાં આવશે. જરૂર પડ્યે કેન્દ્ર સરકાર સુધી લડત ચલાવવાની અને દેશના સંતો અને ગૌભક્તો અન્ન~જળ ત્યાગ કરવાની તૈયારી બતાવી છે.
સભાના અંતે વક્તાઓએ આહ્વાન કર્યું હતું કે ગાય એ ભારતીય સંસ્કૃતિનો આધાર છે અને તેને યોગ્ય સન્માન અપાવવા માટે આ અભિયાન હવે ગામેગામ સુધી પહોંચશે.
«
Prev
1
/
155
Next
»
ગૌમાતાને 'રાષ્ટ્રમાતા'નો દરજ્જો આપવાની માંગ સાથે મોરબી જિલ્લામાં હજારો લોકોની સહી સાથે અપાયા આવેદન
"વિધર્મીઓના મત મારે જોઈતા નથી અને મેં ક્યારેય માગ્યા પણ નથી." : BJP MLA જીતુ સોમાણી
MORBIની નવયુગ વિદ્યાલયનો SSC બોર્ડમાં ઐતિહાસિક વિજય:સવસાણીસાક્ષી 99.99 PR સાથે ગુજરાતમાં પ્રથમ ક્રમે