BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળામાં કરંટ લાગતા 18 વર્ષીય ઋષિકુમારનું મોત નીપજ્યું

ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળામાં કરંટ લાગતા 18 વર્ષીય ઋષિકુમારનું મોત નીપજ્યું હતું.

Screenshot

ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળામાં હાલ ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ગણેશ પંડાલમાં સ્પીકરના વાયર જોઈન્ટ કરવા માટે ગયેલ 18 વર્ષીય ઋષિકુમાર પ્રિન્સ પાઠકને કરંટ લાગ્યો હતો.આ અંગેની જાણ થતા જ પાઠશાળાના સંચાલકો દ્વારા તેને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જો કે ત્યાં તેનું મોત નિપજ્યું હતું. બનાવની જાણ પરિવારને કરવામાં આવતા સુરતના સચિન વિસ્તારમાં રહેતા ઋષિકુમારના પિતા અને પરિવારના સભ્યો ભરૂચ દોડી આવ્યા હતા. ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસે બનાવની વધુ તપાસ શરૂ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રિન્સ પાઠક કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો અને તે સંગીત તેમજ જ્યોતિષ વિદ્યામાં રુચિ ધરાવતો હતો ત્યારે તેના અકાળે મોતથી પરિવારમાં ગમનો માહોલ જોવા મળી રહ્યો છે.

સમીર પટેલ,ભરૂચ

 

Back to top button
error: Content is protected !!