BANASKANTHAPALANPUR

સમતા સંકુલ પાલનપુરમાં આજે ભારતના સંવિધાનના આમુખનું વાંચન અને બંધારણ પ્રદર્શન યોજવામાં આવ્યું

27 નવેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લા વણકર સમાજ કેળવણી મંડળ પાલનપુર સંચાલિત સમતા વિદ્યાવિહાર શૈક્ષણિક સંકુલ પાલનપુરમાં આજે ભારતના બંધારણ દિવસ નિમિત્તે સૌપ્રથમ ડૉ.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર અર્પણ કરીને બંધારણના આમુખનું વાંચન બાલમંદિર, પ્રાથમિક અને માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓ, શાળાના શિક્ષકગણ, કેળવણી મંડળના પ્રમુખશ્રી બાબુભાઈ પી સોલંકી અને મહામંત્રીશ્રી હરિભાઈ એન સોલંકીની હાજરીમાં માધ્યમિક શાળાના ઇન્ચાર્જ આચાર્યશ્રી જગદિશભાઈ પરમાર દ્વારા વાંચન કરવામાં આવ્યું. ત્યારબાદ જગદીશભાઈ પરમાર તથા સંસ્થાના પ્રમુખશ્રી બાબુભાઈ સોલંકી દ્વારા બંધારણ વિશે સમજ આપવામાં આવી. કેળવણી મંડળના પ્રમુખ અને મહામંત્રી દ્વારા બંધારણ પ્રદર્શન ખુલ્લું મુકવામાં આવ્યું જે શાળાના શિક્ષક ગણ અને વિદ્યાર્થીઓએ શાંતિપૂર્વક નિહાળ્યું.બનાસકાંઠા જિલ્લા વણકર સમાજ કેળવણી મંડળ પાલનપુર આજના સંવિધાન દિવસ નિમિત્તે સર્વને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી.

Back to top button
error: Content is protected !!