વાત્સલ્યમ્ સમાચાર
5 માર્ચ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
અમદાવાદ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત ઝોન કક્ષાની યોગ સ્પર્ધામાં પાંચ જિલ્લાના સ્પર્ધકોએ ભાગ લીધો હતો જેમાં ઉપાસના વિદ્યાલયના ધોરણ-4માં અભ્યાસ કરતા ચાર્વિક પ્રજાપતિએ સિલ્વર મેડલ તથા 15000 રૂપિયાનો રોકડ પુરસ્કાર મેળવી શાળાનું ગૌરવ વધાર્યું હતુ. આ પ્રસંગે સંસ્થાના માર્ગદર્શક શ્રી સિદ્ધાર્થભાઈ બ્રહ્મભટ્ટ તથા પ્રાથમિક વિભાગના આચાર્ય શ્નીમતી રૂપલબેન તથા શાળાના યોગ કોચ શ્રી ડાભી સાહેબે વિધાર્થીને અભિનંદન તથા રાજ્યકક્ષાની સ્પર્ધા માટે શુભેચ્છાઓ પાઠવી હતી. જિલ્લા યોગ કો-ઓર્ડિનેટર શ્રીમતી સ્મિતાબેન જોષીએ પણ વિજેતા વિદ્યાર્થીને અભિનંદન પાઠવ્યા હતા.
..