BANASKANTHAPALANPUR

આદર્શ વિદ્યાલય, વિસનગરનું એસ.એસ.સી., એચ.એસ.સી વિજ્ઞાન પ્રવાહ/સામાન્ય પ્રવાહ તથા ગુજકેટની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામ

7 મે જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

આદર્શ વિદ્યાલય, વિસનગરનું એસ.એસ.સી., એચ.એસ.સી (વિજ્ઞાન પ્રવાહ/સામાન્ય પ્રવાહ) તથા ગુજકેટની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામ….* ગુ.મા.અને ઉચ્ચ.મા.શિ.બોર્ડે દ્વારા લેવાયેલ ફેબ્રુઆરી/માર્ચ-2025 ની એસ.એસ.સી. તથા એચ.એસ.સી (વિજ્ઞાન પ્રવાહ/સામાન્ય પ્રવાહ) તથા ગુજકેટની પરીક્ષામાં શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત આદર્શ વિદ્યાલય, વિસનગરના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પરિણામ મેળવી આદર્શ શૈક્ષણિક સંકુલનું ગૌરવ વધારેલ છે. જેમાં એસ.એસ.સી.(ધો-10) માં બોર્ડનું પરિણામ 83.86% તથા શાળાનું પરિણામ 89.61%, એચ.એસ.સી. વિજ્ઞાન પ્રવાહમાં બોર્ડનું પરિણામ 84.33% તથા શાળાનું પરિણામ 87.00% અને સામાન્ય પ્રવાહમાં બોર્ડનું પરિણામ 92.91% તથા શાળાનું પરિણામ 99.41% આવેલ છે. આ સાથે બોર્ડ દ્વારા સાયન્સના વિદ્યાર્થીઓ માટે લેવાયેલ ગુજકેટની પરીક્ષામાં રુદ્ર પટેલ 115/120, પ્રિન્સ પ્રજાપતિ 111.25/120, નમ્ર પટેલ 110/120 અને વૈદિક ચૌધરી 106.25/120 મેળવી આદર્શ શૈક્ષણિક સંકુલ, વિસનગરનું ગૌરવ વધારેલ છે.
આમ બોર્ડ દ્વારા લેવાયેલ ધો-10 અને 12 ની બોર્ડની પરીક્ષામાં તથા ગુજકેટની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામ પ્રાપ્ત કરવા બદલ કેળવણી મંડળના પ્રમુખશ્રી કે.કે.ચૌધરી, મંત્રીશ્રી વી.વી.ચૌધરી, મંત્રીશ્રી જે.ડી.ચૌધરી, શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી ડો.સુરેશભાઈ ચૌધરી અને કેળવણી મંડળના હોદ્દેદારશ્રીઓએ શાળાના આચાર્યશ્રી તથા સમગ્ર સ્ટાફમિત્રોને અને વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.

Back to top button
error: Content is protected !!