BANASKANTHAPALANPUR

કુદરતી પ્રકોપથી બચવા માતાજીને પ્રાર્થના કરવા માટે દાંતા સ્ટેટ ના રાજવી પરીવારના સભ્યો સહીત દાંતા આજુબાજુના ગામડાના 300 જેટલા ખેડૂતો અને વેપારીઓ સાથે દાંતા થી અંબાજી સુધીની એક પગપાળા યાત્રા માતાજી ના રથ સાથે યોજવામાં આવી

2 એપ્રિલ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

હલમાં ગુજરાત રાજ્યભરમાં આપવાની આફતોની જાણે વણઝાર લાગી હોય તેમ કમોસમી મોસમી વરસાદ જ્યાં ઉનાળામાં સખત ગરમી પડવી જોઈએ ત્યાં ચોમાસામાં પણ ન પડ્યા હોય તેવા બરફના કરા પડતા અનેક ખેડૂતોના પાક બગડ્યા,ત્યારે બીજી તરફ કેટલાક વિસ્તારોમાં ભૂકંપના આંચકા આવી રહ્યા રહ્યા છે અને જમીન ફાટી રહી છે અને શાંત થયેલા કોરોના એ ફરી માથુ ઉંચક્યુ છે કોરોના મહામારી છે ચાલી ગઈ છે તેમ છતાં હવે ફરી માથું ઉંચક્યુ છે આમ સતત કુદરતનો માર પ્રજાને સહન કરવો પડી રહ્યો છે. મહેન્દ્રભાઈ અગ્રવાલ ના જણાવ્યા અનુસાર અત્યારે આવા કુદરતી પ્રકોપથી બચવા માટે અને માતાજીને પ્રાર્થના કરવા માટે દાંતા સ્ટેટ ના રાજવી પરીવાર ના સભ્યો સહીત દાંતા આજુબાજુના ગામડાના 300 જેટલા ખેડૂતો અને વેપારીઓ સાથે દાંતા થી અંબાજી સુધીની એક પગપાળા યાત્રા માતાજી ના રથ સાથે યોજવામાં આવી છે, એ દાંતા થી નીકળી અંબાજી પહોચીમાતાજીના મંદિરે ધજા રોહણ કરશે, દાંતા થી અંબાજી તરફ નીકળેલી પગપાળા યાત્રા જોતા ફરી એકવાર જાણે ભાદરવાનો મેળો યોજાઈ રહ્યો હોય તેમ માર્ગો ઉપર પદયાત્રીઓની માનવ સાંકળ ન દ્રશ્ય જોવા મળ્યા હતા અને માર્ગો ઉપર વેપારીઓ સહીત ખેડૂતોના માતાજીના જયઘોષથી માંર્ગોગુંજી ઉઠ્યા હતા આ પદયાત્રામાં મોટી સંખ્યામાં સાથે મહિલાઓ પણ જોડાઈ હતી આ તમામ લોકો અંબાજી પહોંચી અને ખાસ કરીને હાલમાં જે કુદરતી આફતથી ખેડૂતોનો પાક નાશ થયો છે કુદરતી આફતના કારણે અને કોરોના મા મારી ફરી માથુ ઉંચક્યુ છે ત્યારે માતાજીને પ્રાર્થના કરવામાં આવશે કે આવા કુદરતી પ્રકોપથી બચાવે અને ખમૈયા કરી અને પ્રજા અને સુખાકારી મળે અને જન-જનનું કલ્યાણ થાય અને રોગોમાંથી મહામારી બીમારી દૂર થાય અને કુદરતી પ્રકોપ શાંત થાય તેવા હેતુ સર આ દાંતા થી અંબાજી 22 km ની પદયાત્રા પ્રથમ વખત યોજવામાં આવી હોવાનુ પદયાત્રા આયોજક ભવાની સિંહ,અને વિરભદ્ર સિંહ પરમારે જણાવ્યુ હતુ.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!