કાલોલમાં છ વર્ષની તનવીર હાજરા એ પોતાનો પ્રથમ રોઝો રાખી અલ્લાહ ની બંદગી કરી, ફુલહાર થકી પરિવારજનોએ ઉત્સાહ વધાર્યો

તારીખ ૧૭/૦૩/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ શહેર સ્થિત ટીમલી ફળિયા ખાતે રહેતા ઈમ્તિયાઝ મીરઝા ની માત્ર છ વર્ષીય પુત્રી તનવીર હાજરા રમઝાન માસનો પ્રથમ રોજો રાખી અલ્લાહની બંદગી કરીને રબને રિજવવાનો પ્રયાસ કર્યો હતો. હાલ મુસ્લિમ સમાજનો અતિ વિશેષ મહત્વ ધરાવતો પવિત્ર રમજાન મહિનો ચાલી રહ્યો છે. ઇસ્લામ ધર્મમાં રમજાનના મહિનાને રહેમતોનો મહિનો માનવામાં આવે છે.આ માસમાં મુસ્લિમ સમુદાય રોઝા રાખી નમાજ પઢી ખુદાની ઈબાદત કરતા હોય છે.હાલ ઉનાળાની શરૂઆતમાં ગરમીની મોસમ ચાલી રહી છે.ત્યારે સતત ૧૪ થી ૧૫ કલાક જેટલા લાંબા સમય સુધી ભૂખ્યા તરસ્યા રહી રોઝો કરીને અલ્લાહની ઈબાદતમાં મુસ્લિમ બિરાદરો લીન બન્યા છે. શરૂઆતના ઉનાળાની ગરમીના સમયમાં કાલોલ શહેરમાં રહેતા ઈમ્તિયાઝ મીરઝા ની છ વર્ષીય પુત્રી તનવીર હાજરા એ પોતાના જીવનનો પ્રથમ રોઝો રાખી ખુદાની બંદગી કરી હતી. અને દેશ તેમજ સમાજ માટે વિશેષ દુવાઓ કરી હતી. માત્ર છ વર્ષની બાળકીએ રોઝો રાખતા તેની ખુશીમાં પરિવારજનોએ તનવીર હાજરા ને ફૂલહાર પહેરાવી બહુમાન કરવા સાથે માસૂમ બાળકી ના ઉત્સાહમાં વધારો કર્યો હતો.









