DAHOD

સંજેલી ની શ્રી શ્રધ્ધા વિદ્યાલય સંજેલીમાં” મેરી માટી મેરા દેશ”કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

તા.૧૧.૦૮.૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

સંજેલી ની શ્રી શ્રધ્ધા વિદ્યાલય સંજેલીમાં” મેરી માટી મેરા દેશ”કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

સંજેલી તાલુકામાં આવેલ યુગ શક્તિ ગાયત્રી એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી શ્રધ્ધા વિદ્યાલય કાર્યરત છે જેમાં કેજી -૧/૨ તેમજ ધોરણ ૧ થી ૮ સુધીના વર્ગો કાર્યરત છે જેમાં વિદ્યાર્થીઓને જ્ઞાન સભર પ્રવૃતિમય શૈક્ષણિક કાર્ય કરાવવામાં આવે છે. શ્રી શ્રધ્ધા વિદ્યાલયમાં મેરી માટી મેરા દેશ કાર્યક્રમ આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થતાં તેની ઉજવણી રૂપે દેશ માટે સેવા કરતા વિરો માટે અને દેશ માટે જેને બલિદાન આપ્યું છે તેવા વીર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. શાળાના આચાર્ય શ્રી દિલીપકુમાર એચ. મકવાણા દ્વારા વિધાર્થીઓને મુઠ્ઠીભર માટી સાથે સામૂહિક પ્રતિજ્ઞા લેવડાવી હતી. વિકસિત ભારતના સ્વપ્ન સાકાર કરવા અથાગ પરિશ્રમ કરીશું, દેશના ભવ્ય વારસા પર ગર્વ લઈશું, રાષ્ટ્રની એકતા માટે કામ કરીશું, આપણી ફરજોનું પાલન કરીશું એવી પ્રતિજ્ઞા લેવડાવી હતી. અને દેશના જવાનોને યાદ કર્યા હતા. રાષ્ટ્રગાન સાથે આ કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો હતો.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!