લાખણી તાલુકાના અસાસણ ના ખેડુત દ્વારા ભુગર્ભ જળ રિચાર્જ કરવા ની સરાહનીય કામગીરી

નારણ ગોહિલ લાખણી 
બનાસકાંઠા જિલ્લામાં લાખણી સહિત સમગ્ર જિલ્લામાં ભૂગર્ભ જળ સપાટી એક હજાર ફૂટની ઊંડાઈએ પહોંચી જતા જિલ્લામાં જળસંકટના એંધાણ ઊભા થવાની શક્યતાઓ વધી રહી છે દિયોદર વિસ્તાર ધારાસભ્ય દ્વારા દ્વારા સરકાર માથી કમર કશી જુના પડેલ બોર રિચાર્જ કરવા માટે સરકાર પાસે થી માંગણી કરી બજેટ મંજૂર કરાવેલ છે જો ખેડુતો દ્વારા આનો પુરેપુરો લાભ લઈ ભુગર્ભ જળ રિચાર્જ કરે તો આવનારો સમય મા મોટો ફાયદો થઈ શકે તેમ છે. ધારાસભ્ય કેશાજી ચૌહાણ સતત અનેક મિટિંગોમાં અને સભાઓ મા લોકો ને પ્રેરિત કરતા હોય છે લોકો પણ આનો લઈ સતતં વરસાદ મા આવા કર્યો કરે તો ભવિષ્ય ઉજળું રહેશે તેવુ દેખાઈ રહ્યું છે પશુપાલન અને ખેતી માટે ભૂગર્ભ જળ રિચાર્જ કરી પાણીના તળ ઊંચા લાવવા એ દરેક ખેડૂત માટે હિતાવહક છે જે બાબતને ગંભીરતા દાખવી લાખણી તાલુકાના અસાસણ ગામ ના ખેડુત ઠાકોર સુબાજી જોરાજી દ્રારા ભૂગર્ભ જળ રિચાર્જ માટે બિરદાવવા લાયક કામગીરી કરવામાં આવી છે સુબાજી ઠાકોરે પોતાના ખેતરમાં નીચાણ વાળી જગ્યાએ ખેત પાણી ભરાઈ જતા ખેતરમા જાતે મહેનત કરી ખોદકામ કરી ઉડી ખાઈ બનાવી પાઈપ લાઈન નાખી પાણી જુના પડેલ બોર મા રિચાર્જ કર્યું જેના થકી આજુ બાજુના ખેતરોનું પાણી ખેત પોતાના ખેતર મા એકત્ર કરી બોર રિચાર્જ કરી ભૂગર્ભ જળ ઊંચા લાવવા માટેનું સરાહનીય કામ કર્યું છે આવી જ રીતે તાલુકા અને જિલ્લાના દરેક ખેડૂતે પોતાના ખેતરનું વરસાદી પાણી ભૂગર્ભમાં ઉતારી ભૂગર્ભ જળ સપાટી ઊંચી લાવવા માટે સહભાગી બનવું જોઈએ જેથી કરીને આવનારી પેઢીને જળ સંકટથી બચાવી શકાશે.



