પાલનપુરમાં જીવ દયા પ્રેમી યોપક્ષીઓ માટે પીવાના પાણી ના 1000 કુંડા નું વિતરણ રાહદારીઓને કરાયેલું
26 ફેબ્રુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
ગરમી નો અહેસાસ ધીમી ગતિએ શરૂ થઈ ગઈ છે જેની અસર માનવીઓ તેમજ અઆકાશમાં ઉડતા પક્ષીઓ ઉપર પણ પડી રહી છે આ ઉનાળામાં પક્ષીઓને પીવાનાપાણીની તકલીફ ન પડે એને લઈને જીવ દયા પ્રેમી હોય પાલનપુર દિલ્હી ગેટ વિસ્તારમાં 1000 પાણીના કુંડા રાહદારીઓ અને વિતરણ કર્યું હતું
શિવરાત્રી ના મહાપર્વ નિમિતે દાતા નયનાબેન વિનોદભાઈ મહેતા મુંબઈ ના સહયોગ થી
દિલ્હી ગેટ, મહાજન દવાખાના સામે પક્ષીઓ માટે પીવાના પાણી ના 1000 કુંડા નું નિશુલ્ક વિતરણ કરેલ. જેમાં મોટી સંખ્યા માં લોકો એ ઉત્સાહ બતાવી અને આવનારી કાળઝાળ ગરમી માં પશુ પક્ષીઓ માટે પણ પીવાના પાણી ની વ્યવસ્થા કરીશું તે સંકલ્પ સાથે આગળ પણ આ સેવાઓ પ્રવૃત્તિ ચાલુ રહેશે તેવી તૈયારી બતાવી હતીઆ પ્રસંગે ડૉ. સુરેન્દ્ર ગુપ્તા, આગેવાન હરેશભાઈ ચૌધરી ,સુરેશભાઈ સદ ભાવના પરિવાર, કિરીટભાઈ . ગૌતમભાઈ કેલા. બી શારદા દવા વાળા.રમેશભાઈ કોઠારી, પિન્કીબેન, રાજુભાઈ ડાભી, હસમુખભાઇ વગેરે લોકો જીવદયા સેવામાં જોડાયા હતા દાતાશ્રીઓએ હાજર વહેલા લોકોનું આભાર માન્યો હતો