BANASKANTHAPALANPUR

પાલનપુર જિલ્લા કોર્ટ સ્થળાંતર મુદ્દે યોગ નિર્ણય ન આવતા વકીલોએ 27 દિવસ બાદ પણ ઘરણા યથાવત રાખ્યા

15 મે જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

પાલનપુરમાં વર્ષો જૂની ચાલતી જોરાવર પેલેસ ખાતે જિલ્લા કોર્ટનાં સ્થળાંતર રોકવા મુદ્દે વકીલોએ તેમના જનતાના હિતમાં તમામ વકીલો મહારેલી કાઢી પ્રચંડ વિરોધ દર્શાવ્યો હતો તેમ છતાંય કોઈ યોગ નિર્ણય ન આવતા ગરમીના પ્રકોપ વચ્ચે કોટૅ બહાર તંબુ ખેંચી આજે 27 દિવસથી ઘરણા યથાવત રાખ્યા હતા.બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરથી ડિસ્ટ્રિક્ટ કોર્ટ જગાણા મુકામે ખસેડવાના હુકમના વિરોધમાં પાલનપુર બાર એસોસિએશન દ્વારા છેલ્લા સતત 27 દિવસથી અવિરત ધરણા કાર્યક્રમ ચલાવવામાં આવી રહ્યો છે. આ આંદોલન માત્ર વકીલાત જગત પૂરતું સીમિત ન રહી, પરંતુ પાલનપુર, દાંતા, વડગામ તથા અમીરગઢ તાલુકાના પ્રજાજનોના હિત અને ન્યાયની સુલભતા જળવાઈ રહે તે માટે કરવામાં આવી રહ્યું છે.આ મુદ્દે પાલનપુર બાર એસોસિએશન સાથે જોડાયેલા ભાવેશભાઈ વકીલે જણાવ્યુ ધારાસભ્યશ્રીને સાથે રાખી સરકારશ્રીમાં જિલ્લાના મંત્રી શ્રી પ્રવીણભાઈ માળી, કાયદા રાજ્ય મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા સાહેબ તેમજ નામદાર ગુજરાત હાઇકોર્ટના જનરલ રજીસ્ટ્રાર સાહેબ સાથે રૂબરૂ મુલાકાત કરી સમગ્ર પરિસ્થિતિથી અવગત કરવામાં આવેલ છે. સરકારશ્રી તરફથી હકારાત્મક પ્રતિસાદ પ્રાપ્ત થયેલ હોવા છતાં હજુ સુધી કોઈ સચોટ અને સ્પષ્ટ હુકમ બહાર પાડવામાં આવેલ નથી.
આથી પાલનપુર બાર એસોસિએશન દ્વારા ધરણા કાર્યક્રમ યથાવત રાખવામાં આવેલ છે તથા સરકારશ્રીને તાત્કાલિક અને ઝડપી નિર્ણય લઈ પાલનપુર ખાતે જ ડિસ્ટ્રિક્ટ કોર્ટ યથાવત રાખવા પુનઃ જોરદાર રજૂઆત કરવામાં આવેલ છે.
જો આ બાબતે વહેલી તકે યોગ્ય અને સકારાત્મક નિર્ણય લેવામાં નહીં આવે તો આવનાર સમયમાં પ્રજાજનોને સાથે રાખી વધુ ઉગ્ર અને આકસ્મિક કાર્યક્રમો આપવામાં આવશે.

Back to top button
error: Content is protected !!