દિયોદર શ્યામ વિલા સોસાયટીમાં પ્રથમ વખત નવરાત્રી મહોત્સવ ખેલૈયાઓ મનમુકીને ઝૂમ્યા .
દિયોદર શ્યામ વિલા સોસાયટીમાં પ્રથમ વખત નવરાત્રી મહોત્સવ ખેલૈયાઓ મનમુકીને ઝૂમ્યા
- પ્રતિનિધિ : દિયોદર કલ્પેશ બારોટ
નવરાત્રી પર્વ એટલે માં અંબે ને રીઝવવા માટે ભક્તિના રંગે રંગાઈ ને ગરબા સ્વરૂપે આરાધના કરવામાં આવે છે જેમાં પ્રાચીન અને અર્વાચીન ગરબા સાથે ખેલૈયાઓ ગરબામાં ભક્તિના રંગે રંગાઇ જાય છે જેમાં સમગ્ર જિલ્લામાં આદ્યશક્તિ ના પર્વમાં દરેક શહેરોમાં શેરી ગરબામાં ખેલૈયાઓ મનમુકીને ને ગરબા રમી રહ્યા છે જેમાં દિયોદરમાં આવેલ શ્યામ વિલા સોસાયટીમાં સોસાયટીના ભાવિકો દ્વારા પ્રથમ વખત નવરાત્રી નું વિશેષ આયોજન કર્યું છે શ્યામ વિલા સોસાયટીમાં માં અંબા ના ચાચર ચોકમાં આદ્યશક્તિ માં અંબા ની આરાધના કરી સોસાયટી ના ખેલૈયાઓ ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે ટ્રેડિશનલ ડ્રેસ માં મહિલાઓ ચાચર ચોક એક સાથે એક સૂર વચ્ચે મનમુકીને ને ગરબા રમી આનંદ અનુભવી રહી છે શ્યામ વિલા સોસાયટીમાં પ્રથમ વખત માં અંબા ના પર્વ નવરાત્રી મહોત્સવ ની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે સોસાયટીના આયોજક મંડળો દ્વારા ગરબા રમવા આવતા ખેલૈયાઓ માટે પૂરતી વ્યવસ્થા કરાઇ છે અલગ અલગ દિવસે પ્રસાદ રૂપે લાણી આપી ખેલૈયાઓ નો ઉત્સાહ વધારવામાં આવી રહ્યો છે જેમાં નવરાત્રિના આઠમા દિવસે પણ આ સોસાયટીમાં ખેલૈયાઓ મનમુકીને ઝૂમ્યા હતા જેમાં શ્યામ વિલા આયોજક ભરતભાઈ જોષી,દિનેશભાઈ પ્રજાપતિ ,પ્રહેલાદભાઇ જોષી, ડેનિશભાઈ ગોરજી,લખનભાઈ ગોરજી, ડો અરનિકભાઈ પુરોહિત , અટલભાઈ રાવલ,હરેશભાઈ શિરવાડિયા નરેશભાઈ સોલંકી, હરેશભાઈ સોલંકી, કાંતિભાઈ જોશી, સાગરભાઈ પ્રજાપતિ ,સોમાભાઈ નાઇ,ઉકાભાઇ ચૌધરી,મહાદેવભાઈ જોષી,વગેરે યુવાનોએ ભારે મહેનત થકી આ આયોજન કર્યું હતું