જગાણા દૂધ મંડળીના ચેરમેન તરીકે હરિભાઈ ચૌધરીની સર્વાનુમતે બિનહરીફ વરણી જગાણા
3 એપ્રિલ જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
જગાણા દૂધ મંડળીના ચેરમેન તરીકે હરિભાઈ ચૌધરીની સર્વાનુમતે બિનહરીફ વરણી જગાણા પાલનપુર તાલુકાના જગાણાની ધી દૂધ ઉત્પાદક સહકારી મંડળીના મકાનમાં ગતરોજ નિયમોનુસાર અઢી વર્ષ બાદ ચેરમેનની ચૂંટણી યોજાઇ હતી. જેમાં દૂધ મંડળીના ડિરેક્ટર દેવજીભાઈ રામાતરે પૂર્વ કેન્દ્રીય ગૃહ રાજયમંત્રી અને રાજકીય અને સહકારી દિગ્ગજ આગેવાન અને નિખાલસ સ્વભાવ ધરાવતા હરિભાઈ પી. ચૌધરીની દરખાસ્ત મુકતાં સૌ હાજર ડિરેક્ટરાએ તેઓને ટેકો જાહેર કર્યો હતો. આથી જગાણા દૂધ મંડળીના ચેરમેન તરીકે હરિભાઈ ચૌધરીની સર્વાનુમતે બિનહરીફ વરણી થતાં ગામમાં અને પશુપાલકોમાં આનંદની લાગણી ફેલાઇ હતી. આઠ વર્ષ બાદ ફરી હરિભાઈ ચૌધરીની ચેરમેન તરીકે વરણી થતાં ગ્રામજનોમાં,પશુપાલન અને મિત્ર વર્તુળોમાં તેમજ ડિરેકટરો અને કર્મચારીઓએ જગાણા દૂધ મંડળી પ્રગતિના પંથે જશે તેવો લોકોને આશાવાદ વ્યક્ત કર્યો છે. અને નવનિયુક્ત ચેરમેન રાજકીય અને સહકારી બંને બહોળા અનુભવ ધરાવતા હોવાના કારણે ચોક્કસ સફળતા મળશે.