GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કલા ઉત્સવ અંતર્ગત યોજાયેલ સ્પર્ધામાં કાલોલ ની સીબી ગર્લ્સ હાઈસ્કુલ ની વિદ્યાર્થિનીઓ ઝળકી

 

તારીખ ૧૨/૦૯/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

કલામહોત્સવ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓનું આયોજન શ્રી નવસર્જન ઉત્તર બુનિયાદી હાઇસ્કૂલ મધવાસ ખાતે ગતરોજ કરવામાં આવ્યું હતું.આ સ્પર્ધાઓમાં શ્રીમતી સી. બી. ગર્લ્સ હાઇસ્કૂલ ની વિદ્યાર્થીનીઓએ ખૂબ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. હજેમાં ચિત્ર સ્પર્ધામાં માધ્યમિક વિભાગમાંથી ધોરણ ૯ ની વિધ્યાર્થીની ચૌહાણ માનસી આર.એ પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો .અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાંથી ધોરણ ૧૧ ની વિધ્યાર્થીની પરમાર હેત્વી આઈ. એ દ્વિતીય ક્રમાંક મેળવ્યો હતો.બાળ કવિ સ્પર્ધામાં માધ્યમિક વિભાગમાંથી ધોરણ ૯ ની વિધ્યાર્થીની રાઠોડ ખુશી એચ. એ પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાંથી ધોરણ ૧૧ ની વિધ્યાર્થીની ખેર નિયતિ એચ.એ પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. તેમજ સંગીત ગાયન સ્પર્ધામાં ઉચ્ચતર માધ્યમિક વિભાગમાંથી ધોરણ ૧૨ ની વિધ્યાર્થીની દેસાઇ સલોની જે.એ પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. માર્ગદર્શક શિક્ષક રૂપલબેન.બી. શાહ અને ગીતાબેન એસ.પટેલ તથા સમગ્ર શાળા પરિવાર તેમજ કાલોલ કેળવણી પ્રચારક મંડળ તેમને ખૂબ શુભેચ્છા પાઠવે છે.

Back to top button
error: Content is protected !!