BANASKANTHAPALANPUR

રિહેન એચ.મહેતા વિદ્યાલય, માંકડી દ્વારા ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ અને બ્યૂટી કેર વર્કશોપ નુ આયોજન કરવામાં આવ્યું

9 જાન્યુઆરી, વાત્સલ્યમ દૈનિક સમાચાર, સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

આજ રોજ  માહી બ્યૂટી ક્લબ સંસ્થા દ્વારા એક દિવસીય લૂક એન્ડ લર્ન સેમીનારનું આયોજન ઇન્ટર નેશનલ ટ્રેનર સચીનભાઈ રાવલ અને શ્રીજી બ્યુટી કેર,સતલાસણા ના ભગવતીબેન ગુર્જર દ્વારા કરવામાં આવ્યું .જેમાં રિહેન એચ. મહેતા વિદ્યાલય ની ધોરણ 9ની બહેનોએ વ્યવસાય લક્ષી શિક્ષણ અંતર્ગત ભાગ લીધો હતો.આકાર્યક્રમ નો હેતુ ભવિષ્યમાં શાળાની વિદ્યાર્થીનીઓ પગભર થઈ શકે અને સારું જીવન જીવી શકે તે છે. જેમાં મેકઅપ આર્ટિસ્ટ દ્વારા બ્રાઇડલ તૈયાર કરવાની માહિતી અને હેર આર્ટિસ્ટ દ્વારા અલગ અલગ હેર કટિંગ નું નોલેજ અને ટિપ્સ આપવામાં આવી. કાર્યક્રમના અંતે શાળાની તમામ બાળાઓને સર્ટિફિકેટ, ફ્રી ગિફ્ટ અને રિહેન એચ.મહેતા વિદ્યાલય ને પણ આવી પ્રવૃત્તિ બદલ એવોર્ડ આપવામાં આવ્યો હતો..કાર્યક્રમ માટે તમામ બહેનોને સુંદર માર્ગદર્શન આપનાર વોકેશનલ ટ્રેનર રોશનીબેન પ્રજાપતિ તથા શાળાના શિક્ષિકા શ્રીમતી લીલાબેન તેમજ પૂનમબેન અને શાળા ના મદદનીશ શિક્ષક શ્રી ઐલેશભાઈ પટેલ ને અને તમામ બ્યૂટી અને વેલનેસ કોર્ષની વિદ્યાર્થીનીઓ ને શાળાના આચાર્ય શ્રી ડૉ.રાકેશ કે.પ્રજાપતિ એ મંડળ અને શાળા પરિવાર વતી અભિનંદન પાઠવ્યા હતા..

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!