BANASKANTHAKANKREJ

પીએમ શ્રી થરા અનુપમ પ્રા.શાળા નંબર-૨ માં બે નવીન રૂમોને ખુલ્લા મુકવામાં આવ્યા

કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરા ખાતે આવેલ પીએમ શ્રી થરા અનુપમ પ્રાથમિક શાળા નંબર-૨ માં આચાર્ય બિંદેશ્વરીદેવી ચંદ્રસિંહજી ઝાલા (થરા સદુજી વાસ જાગીદાર) સહિત સ્ટાફ પરિવાર વિધાર્થીઓ ને અભ્યાસ સાથે સાથે કોઈ અગવડ ના પડે તેનું પણ ધ્યાન રાખી રહ્યા છે. શાળાના વિકાસ માટે અનેક પ્રયત્ન કરી રહ્યા છે.એકાદવર્ષ પહેલા એસ.ઓ. ઈ.અંતર્ગત શાળાને અદ્યતન નવીન ૨ (બે) રૂમ મંજુર થયેલ પણ રૂમો બનાવવા માટે શાળામાં જગ્યા ના હોવાથી શાળાના આચાર્યએ થરા સ્ટેટમાજી રાજવી પરિવારના વાઘેલા પ્રતિપાલસિંહ ગજેન્દ્રસિંહ,વાઘેલા જયદીપસિંહ ગજેન્દ્રસિંહને જમીન બાબતની સઘળી વાત કરતા બંને સાવજો એ પિતા સ્વ.ગજેન્દ્રસિંહ રણજીતસિંહ વાઘેલાના સ્મરણાર્થે શાળાને ૪ રૂમો માટે બનાવવા જમીન આપવાની અનુમતિ આપી હતી.અને તા.૦૮/૦૪/૨૦૨૩ ના રોજ શાસ્ત્રી સુરેશભાઈ કાંતિભાઈ ત્રિવેદીના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિવિધાન થી મંત્રોચ્ચાંર સાથે રાજવી પરિવાર નાયજમાન પદે શાળા પરિવારની હાજરીમાં ભૂમિપૂજન કરવામાં આવેલ.થરા નગરની મધ્યે આવી કિંમતી જમીન શાળા ને સમર્પણ કરતા શાળાના આચાર્ય બિંદેશ્વરીદેવી ઝાલા, એસ.એમ.સી.સભ્યો,શાળા પરિવાર સહિત થરા નગરજનોએ રાજીપો વ્યક્ત કરી દાતાનો ખૂબ આભાર માન્યો હતો ત્યારે આજે ૩૧૨ દિવસે તા.૧૪/૦૨/૨૦૨૪ ને બુધવારના રોજ સવારે પંડિત જયંતિભાઈ મગનભાઈ જોષી ના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિવિધાન થી મંત્રોચ્ચાંર સાથે જયદીપસિંહ વાઘેલા,વાઘેલા કૃષ્ણરાજસિંહ પ્રતિપાલસિંહ, બ્રિજરાજસિંહ જયદીપસિંહ વાઘેલાના વરદહસ્તે સ્ટેટમાજી રાજવી હેતકરણસિંહ હિંમતસિંહ વાઘેલા (લાલભા),નગર પાલિકા પ્રમુખ પ્રુથ્વીરાજસિંહ વાઘેલા, રવિરાજસિંહ વાઘેલા,થરા શહેર ભાજપ પ્રમુખ ભુપેન્દ્રસિંહ ડી.પરમાર,મહામંત્રી રાઘવેન્દ્ર કે.જોષી ની ઉપસ્થિતિમાં રીબીન કાપી અદ્યતન બે રૂમોને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
નટવર.કે.પ્રજાપતિ,થરા

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!