ફૈઝ ખત્રી…શિનોર
વડોદરા જિલ્લા ના શિનોર તાલુકામાં ગણેશ ઉત્સવ પૂર્ણ થતા શ્રદ્ધાળુઓ ભારે હૈયે ગણેશજીને વિદાય આપી.. ગણેશ ઉત્સવ દસ દિવસ ઉત્સાહ ઉમંગથી ગણેશ ઉત્સવ મનાવવામાં આવ્યો હતો ત્યારે આજે ગણપતિ વિસર્જન હોવાથી શિનોર ,માલસર, દીવેર,નારેશ્વર નર્મદા નદીના કિનારે ગણેશ પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું. હાલમાં નર્મદા નદી બે કાંઠે વહેતી હોય વહીવટી તંત્ર એલર્ટ બન્યું છે ત્યારે નર્મદા નદી કિનારે ગણપતિ બાપ્પા ની આરતી પૂજા કરી હોળી મારફતે ગણેશજીને વિદાય આપવામાં આવી હતી અગલે બરસ તું જલ્દી આના ના નારા સાથે શિનોર સાધલી ગામે ધામ ધૂમથી ગણેશવિસર્જન યાત્રાઓ નીકળી હતી સમગ્ર પંડાલોમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી દસ દિવસ ભક્તિભાવ સાથે પુંજા અર્ચના કરવામાં આવી હતી સમગ્ર સાધલી પંથકમાં ભગવાન ગણપતિ બાપ્પાને ડીજે ના તાલે ભક્તો ઝૂમ્યા હતા અને જ્યારે નાની બાળાઓ દ્વારા મરાઠી સાડી પહેરી ગરબે ઘૂમ્યા હતા ગણેશ ભક્તો ગણપતિ બાપ્પાને અશ્રુ ભીની વિદાય આપવામાં આવી હતી. માલસર ,નારેશ્વર,ચાણોદ,ખાતે નર્મદા નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું શિનોર પોલીસ બંદોબસ્ત સાથે ગણપતિ બાપ્પાને ભાવભીની વિદાય આપવામાં આવી હતી…