કે કે ભેદરુ ટ્રસ્ટ લાખણી સંચાલિત માણકી સ્કૂલ ના બાળકો ને કીટ અપાઈ
નારણ ગોહિલ લાખણી
બનાસકાંઠા ના લાખણી ખાતે કાર્યરત હંમેશા કઈક નવુ કરવામા અગ્રેસર કે. કે ભેદરુ ટ્રસ્ટ લાખણી આયોજિત સંસ્થા દ્વારા સરકારી માધ્યમિક શાળા માણકી ખાતે પીપલ વોચ સોલ્યુશન દ્વારા કીટ હેડવોશ અને રચના પ્રાઇવેટ લિમિટેડ દ્વારા જરૂરિયાતમંદ બાળકોને ચોપડા વિતરણ કાર્યક્રમ યોજાયો. જેમાં શ્રી કે કે ભેદરું ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી લાલજીભાઈ પટેલ અને મુખ્ય મહેમાન બ્રહ્માકુમારી દક્ષાબેન,વેનાજી પટેલ (ગામના આગેવાન), વિહાભાઈ રાજપુત (સી આર સી) તેમજ દક્ષાબેન દ્વારા શિક્ષણ વિશે યોગ્ય અભ્યાસ અને માર્ગદર્શન તેમજ મેડિસિન અંગેની ખાસ જરૂરિયાત અને સ્વચ્છતા વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું. જેમાં માણકી સ્કૂલના આચાર્ય શ્રી ચૌધરી અશ્વિનભાઈ, , તેમજ સ્કૂલના બાળકોને રચના પ્રાઇવેટ દ્વારા જે ચોપડા વિતરણ અને સ્વચ્છતા અંગેના કીટ દ્વારા તેનું યોગ્ય ઉપયોગ જરૂરિયાતમંદ બાળકોને ચોપડા ઉપયોગી થાય એના વિશે યોગ્ય સમજૂતી આપી. શાળાની સ્ટાફ ગણ સાથે, પટેલ વિનોદભાઈ, વાઘેલા જનકસિંહ, ચૌધરી ગિરીશભાઈ, ચૌધરી કંકુબેન, પરમાર મંગળસિંહ, મોઢ કિંજલબેન વગેરે સ્ટાફગણ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.