લાખણી તાલુકા ઠાકોર સેનાની તમાંમ ગ્રામ સમિતી ની રચના પુર્ણતા ના આરે

નારણ ગોહિલ લાખણી
વાવ થરાદ જીલ્લા લાખણી તાલુકા સહિત તમાંમ ગામડાઓમા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની નવીન ગ્રામ સમિતીઓની રચના થઈ રહી છે ત્યારે લાખણી તાલુકા ની રેકોર્ડ મજબૂત ગ્રામ સમિતીઓની રચના થઈ ચુકી છે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ના પ્રદેશ અધ્યક્ષ અને ગાંધીનગર દક્ષિણના ધારાસભ્યશ્રી અલ્પેશજી ઠાકોરની સુચના મુજબ લાખણી તાલુકા ગામડાઓની તમાંમ ગ્રામ સમિતીઓ દ્વારા સમગ્ર ગુજરાતમાં પહેલાં જેવી લાખણી ઠાકોર સેનાની અલગ છાપ ઉભી થઇ છે
ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા લાખણી તાલુકાના 40 ગામોમાં ગામડે ગામડે મજબૂત ગ્રામ સમિતિની રચના કરવામાં આવી રહી છે ઠાકોર સેના લાખણી તાલુકા પ્રમુખ અને યુવા આગેવાન પ્રકાશજી ડેરાની આગેવાની હેઠળ ગામડે ગામડે ઇન્ચાર્જશ્રીઓ અને સેનાના સૌ યુવાનો દ્વારા ગ્રામ સમિતિ પ્રમુખ સહિત 27 યુવાનોની કમિટીની રચના તમામ આગેવાનો યુવાનો ની હાજરીમાં સર્વ સંમતિથી નિમણુંક થઈ રહી છે ઠાકોર સેના સંગઠન નો મુખ્ય ઉદ્દેશ યુવાનો જાગૃત બને,વ્યસન મુક્ત બને,ગામમાં કુટુંબ સમાજ અન્ય સમાજો હળીમળીને રહે,સમાજ શિક્ષણ અને ધંધા રોજગાર માં આગળ વધે,દરેક સમાજો સાથે ભાઈચારો વધે,યુવાનો સાચી દિશામાં આગળ આવે જેવા અનેક ક્ષેત્રમાં સમાજ મજબૂત બન્યો છે આ જ ઉદ્દેશથી આજથી 14 વર્ષ પહેલાં ઠાકોર સમાજ ગુજરાતના નેતા યુવાનોના પ્રેરણાસ્રોત અલ્પેશજી ઠાકોર સાહેબે સેના ઉભી કરી હતી જે આજે છેવાડાના દરેક પરિવાર ગામ સુધી આ સંગઠન કામ કરી રહ્યું છે




