ગણિતના શ્રેષ્ઠ શિક્ષક નો એવોર્ડ મેળવી પાલનપુર (૪૨ગોળ) પ્રજાપતિ સમાજ નું ગૌરવ વધારતા નરેશભાઈ જાલોરિયા (પ્રજાપતિ)
22 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
પાલનપુર નિવાસી શ્રી નરેશભાઈ મોહનભાઈ જાલોરિયા નેજુનાગઢ મુકામે “૧૮ મા ગુજરાત રાજ્ય ગણિત મહોત્સવ” પ્રસંગેગુજરાત રાજ્યના ગણિતના શ્રેષ્ઠ શિક્ષક તરીકે નવાજીને એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યુ તે જાણી પરિવાર તથા સમાજે ખૂબ જ હર્ષ અને આનંદની લાગણી અનુભવી હતી. શ્રી નરેશભાઈ “ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા પ્રકાશિત ગણિત વિષયના ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમના પુસ્તકોના લેખક” પણ છે.શ્રી નરેશભાઈ “વિવિધલક્ષી વિદ્યામંદિર પાલનપુર” માં “માધ્યમિક વિભાગ” મા સેવા બજાવે છે. તેઓશ્રી સૌના આદરણીય વડીલ શ્રી મોહનભાઈ જાલોરિયા(નિવૃત્ત Dy.D.D.O) ના સુપુત્ર છે તેમજ ૧૮૦ ધાન્યધાર પ્રજાપતિ સમાજ ટ્રસ્ટના પૂર્વ મહામંત્રી શ્રી જયંતિભાઈ જાલોરિયાના નાના ભાઈ છે.શ્રી નરેશભાઈ એ પ્રજાપતિ સમાજનુ એક છૂપુ રત્ન છે. તેમણે સમગ્ર પ્રજાપતિ સમાજનુ ગૌરવ વધારેલ છે તે બદલ શ્રી પ્રજાપતિ કેળવણી મંડળ, પાલનપુર તેમજશ્રી ૧૮૦ ધાન્યધાર પ્રજાપતિ સમાજવતીથી ખૂબ ખૂબ અભિનંદન અને ભવિષ્યની ઉજ્જવળ કાર્યકિર્દી માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.