શેઠશ્રી ટી.પી.હાઇસ્કૂલ. માલણમાં એન.એસ.એસ.માર્ગદર્શન સેમીનાર યોજાયો
3 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા સુભાષભાઈ વ્યાસ
શેઠ શ્રી ટી.પી.હાઈસ્કૂલ, માલણ તાલુકો પાલનપુર માં એન.એસ.એસ.(રાષ્ટ્રીય સેવા યોજના) યુનિટ શરૂ કરવામાં આવ્યું તે અનુસંધાને એન.એસ.એસમાર્ગદર્શન સેમિનાર યોજવામાં આવ્યો હતો. જેમાં ધોરણ 11 અને 12 ના વિદ્યાર્થીઓને એન.એસ.એસ. વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું એન.એસ.એસ.એટલે શાળામાં ચાલતી વિશિષ્ટ પ્રવૃત્તિઓમાં ઊડીને આંખે વળગે એવી રાષ્ટ્રીય પ્રવૃત્તિ. રાષ્ટ્રીય સ્તરે પ્રસરેલી પ્રવૃત્તિઓમાં “હું નહીં પણ તમે” આ સૂત્રને સાર્થક કરે છે. આ પ્રસંગે ઉપસ્થિત બનાસકાંઠા જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ શ્રી નાનજીભાઈ ખરસાણ, મંત્રીશ્રી જયેશભાઈ જોશી, ઉપપ્રમુખશ્રી ઇલિયાસ ભાઈ સિંધી, કિરીટભાઈ પટેલ રાકેશભાઈ પ્રજાપતિ તેજસભાઈ જોશી ઉપસ્થિત રહ્યા હતા. તમામ મહેમાનોનું શાબ્દિક તેમજ પુસ્તક અને મોમેન્ટોથી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શ્રી નાનજીભાઈ ખરસાણે એન.એસ.એસ.ના સ્વયંસેવકોને પ્રવૃત્તિઓ અને સમાજ ઉપયોગી સેવાઓ વિશે માહિતગાર કર્યા જ્યારે જયેશભાઈ જોશી એ નિયમિત શિબિર અને ખાસ શિબિર વિશે બાળકોને સમજણ આપી હતી. એન.એસ.એસ.એસ.ના પ્રોગ્રામ ઓફિસર શ્રી એચએમ.પંચાલ સાહેબને તેમજ એન.એસ.એસ.ના તમામ સ્વયંસેવકોને પધારેલ મહાનુભાવો દ્વારા એનએસએસ નો યુનિફોર્મ પહેરાવી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે મહેમાનોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. એન.એસ.એસ.પ્રોગ્રામ ઓફીસર શ્રી એચ.એમ. પંચાલે હૃદય પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી અરવિંદભાઈ બારોટે કર્યું હતું. શાળાના આચાર્યશ્રી ડો.રાજેશ પ્રજાપતિ આ કાર્યક્રમને સફળ બનાવવા માતે તમામ શિક્ષક મિત્રોનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.





