
વિજાપુર હિંમતનગર ને જોડતો સાબરમતી નદી ઉપર હવે નવો પુલ બનશે વાહનવ્યવહાર માં સવલતો ઉભી થશે
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર હિંમતનગર ને જોડતો સાબરમતી પુલ ને 58 વર્ષ પુરા થયા છે આ સાબરમતી નદી પર 1966 માં બનેલા પુલનું આયુષ્ય ધીમે ધીમે જીર્ણ થઈ રહ્યું ત્યારે રૂ.2.20 કરોડના ખર્ચે સિકલેન બ્રિજ બનાવવા માં આવશે હાલમાં આ પુલ ઉપર થી વાહન વ્યવહાર ની અવરજવર માં વધારો થયો છે આ પુલ ખુબજ જૂનો થઈ ગયો છે પુલ સાંકડો પડતો હોવાથી ઘણી વખત વાહનો ની કતારો જોવા મળે છે આ તમામ તકલીફો માંથી હવે લોકોને છુટકારો થશે જેને લઇને ગુજરાત સરકારે માર્ગ મકાન વિભાગની મૂકેલી દરખાસ્ત ને મંજૂરી આપી છે.સાબરમતી નો પુલ 1966 માં બનેલો હોવાથી રોડ ઉપર પસાર થતા વાહન ચાલકો ની સલામતી નો ખ્યાલ રાખી વધી રહેલા વાહનો ને કારણે પૂલ બનાવવો જરૂરી બન્યું છે.ચોમાસા ની ઋતુમાં આ પુલ ઉપર થી પસાર થવા માં પણ જોખમ રહેતુ અને ભારે વજન વાળુ વાહન ને પણ અહીંથી પસાર થતી વખતે ભયજનક પરિસ્થિતિ ઉભી થાય છે. જેને લઇને સરકાર ને પણ આ બાબતે ધ્યાન દોરવા માં આવ્યું હતુ માર્ગમકાન વિભાગે પણ આ બાબતે સરકાર સમક્ષ દરખાસ્ત મુકવામાં આવી હતી.જેની મંજૂરી મુખ્યમંત્રી એ મંજુર કરતા આ પૂલ રૂપિયા 2.20 કરોડ ના ખર્ચે બનાવવા માં આવશે જેને લઇને લોકોમાં ભારે ઉત્સાહ ઉભો થયો છે.



