BANASKANTHAPALANPUR
વડગામ તાલુકાના પસવાદળ ગામના વધુ એક સપુત દેશ કાજે શહીદ થયા શહીદ વીર હિતેશકુમાર કાંન્તિલાલ જોષી ની શહીદ યાત્રા યોજવામાં આવી

14 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
માતૃભૂમિની સ્વતંત્રતા અને તેના ગૌરવની રક્ષા માટે બલિદાન આપનારા ઉત્તર ગુજરાત બનાસકાંઠા જિલ્લા વડગામ તાલુકાના પસવાદળ ગામના શહીદ વીર હિતેશકુમાર કાંન્તિલાલ જોષી ઇન્ડિયન આર્મીમાં પશ્ચીમ બંગાળ ખાતે ફરજ દરમિયાન શહિદ થયા હતા. શહીદ વીર હિતેશકુમાર કાંન્તિલાલ જોષી ના પાર્થિવદેહને સોમવાર સવારે માદરે વતન લાવતાં પસવાદળ ખાતે તમામ જ્ઞાતિના અગ્રણીઓ રાજકીય સહકારી આગેવાનો વેપારીઓ વિવિધ સંસ્થાના લોકો અંતિમ યાત્રામાં જોડાઇ વીર જવાનને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. અમદાવાદ સ્ટેટ હાઇવે તેનીવાડા થી અંતિમયાત્રા શરૂ થતા પસવાદળ ગામના માર્ગો ઉપર સ્વયંભૂ લોકો ઉમટી પડ્યા હતા. ભારતીય સેના દ્વાર ગાર્ડ ઓફ ઓનર આપી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.આ અંગે પુષ્કર ગૌસ્વામી એ જણાવ્યું હતું.




