BANASKANTHAPALANPUR

આર.આર.મહેતા કૉલેજ ઑફ સાયન્સ એન્ડ સી એલ પરીખ કૉલેજ ઑફ કોમર્સ, પાલનપુર ખાતે પ્લાસ્ટીકના નિયંત્રિત ઉપયોગ માટે એક સેમિનારનું આયોજન કરાયું 

4 જુલાઈ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
બનાસકાંઠા ડિસ્ટ્રિકટ કેળવણી મંડળ સંચાલિત આર આર મહેતા કૉલેજ ઑફ સાયન્સ એન્ડ સી એલ પરીખ કૉલેજ ઑફ કોમર્સ, પાલનપુર ખાતે સોસાયટી ફોર બડિંગ બાયોલોજીસ્ટ, ગ્રીન ઓડિટ કમિટી તથા નેચર ક્લબ ના સંયુક્ત ઉપક્રમે તારીખ ૩-૭-૨૦૨૪ ને બુધવાર ના રોજ બપોરે ૧૨:૩૦ કલાકે ઇન્ટરનેશનલ પ્લાસ્ટિક ડે ઉજવણી નિમિતે પ્લાસ્ટીકના નિયંત્રિત ઉપયોગ માટે એક સેમિનારનું આયોજન કરવામાં આવેલ. કાર્યક્રમની શરુઆત સમુહ પ્રાર્થનાથી કરવામાં આવી. સંસ્થાના પ્રિન્સિપાલ ડૉ. વાય. બી. ડબગર સાહેબે સ્વાગત પ્રવચન કેં જેમાં ફક્ત પ્લાસ્ટીક અને તેના ઉપયોગની જાગૃતિ નહિ પરંતુ અમલીકરણનો આગ્રહ રાખ્યો. ડૉ. રીતેષભાઈ વૈદ્ય (પ્રિન્સિપાલ સાયન્સ ફેકલ્ટી: ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી) કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ઉપસ્થીત રહીને તેઓએ મૂળ પ્લાસ્ટીક બંધારણ, તેના પ્રકાર સાથેના નિયંત્રિત ઉપયોગો સહિત રોજિંદા જીવનમાં કઈ રીતે તેનો Reuse, Reduce, Recycle, Remove કરી શકાય તેની રસપ્રદ માહિતી આપી. દરેક સ્પર્ધક દ્વારા ઓછામાં ઓછા પ્લાસ્ટીકના ઉપયોગ તથા તેની જાગૃતી સમાજ સુધી પહુંચે તેવી પ્રતિજ્ઞા પણ લીધેલ. આ કાર્યક્રમમાં ડૉ. મુકેશ પટેલ, ડૉ. જે એન પટેલ, ડૉ. એસ. આઈ. ગટીયાલા, ડૉ. હરેશ ગોંડલિયા, ડૉ. અમી પટેલ, પ્રો. પૂજા મેસુરાણી, કુ. અંકિતા કુગશિયા ઉપસ્થિત રહ્યા. સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન શૈક્ષણિક કમિટીની સૂચના મુજબ ટી. વાય. બોટનીના વિધાર્થી સ્વયંસેવકો દ્વારા તથા સફળ સંચાલન બોટની વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. ધ્રુવ પંડયા દ્વારા કરવામાં આવ્યું. કાર્યક્રમનો અંત રાષ્ટ્રગીત દ્વારા કરવામાં આવ્યો.

Back to top button
error: Content is protected !!