BANASKANTHAPALANPUR
એન.પી.પટેલ આર્ટસ એન્ડ એસ.એ.પટેલ કોમર્સ કોલેજ, પાલનપુરમાં રોજગાર મેળાનું આયોજન

10 જુલાઈ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
શ્રી બનાસકાંઠા આજણા પટેલ કેળવણી મંડળ, પાલનપુર સંચાલિત એન. પી. પટેલ આર્ટસ અને એસ. એ. પટેલ કોમર્સ કોલેજમાં તારીખ 09 જુલાઈ 2024 ના રોજ બનાસ ડેરી અને બ્રૂકલેન્ડ ગ્રુપના સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થીઓને રોજગારી મળી રહે એ માટે રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રોજગાર મેળામાં આર્ટસ, કોમર્સ અને સાયન્સ કોલેજના સ્નાતક થઈ ગયેલા અને હાલ સ્નાતકની પદવી લઈ રહેલા કુલ 88 વિદ્યાર્થીઓએ રસ પૂર્વક ભાગ લીધો હતો. આ સમગ્ર કાર્યક્રમ માટે કોલેજના કા. આચાર્યશ્રી મનિષાબેન પટેલ નું માર્ગદર્શન અને પ્રેરણા સતત મળી રહે છે. જ્ઞાનધારાના કન્વીનર ડૉ. હિરલ ડાલવાણીયા અને પ્રધ્યાપક રિતિક કુશવાહે આ રોજગાર મેળાનું આયોજન સફળતાપૂર્વક કર્યુ હતું.




