પાલનપુર સિવાલીક બંગલોજ મા ભવ્ય નવરાત્રી ગરબા મહોત્સવનું આયોજન
વાત્સલ્યમ સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ
લવાણા ગામના યુવક તેજપાલભાઇ જૈન દ્વારા લાણી વહેંચી સોસાયટીના રહીશો સહિત મહિલાઓ, પુરુષો અને બાળકોને ઉત્સાહિત કર્યા.નવરાત્રીનો તહેવાર ગુજરાતીઓ માટે માત્ર ધાર્મિક જ નહીં પરંતુ સાંસ્કૃતિક અને સામાજિક એકતાનું પ્રતિક માનવામાં આવે છે. આ નવ દિવસમાં મા અંબાની આરાધના સાથે સૌ સાથે મળીને રમતા ગરબા, સાંજથી મધરાત સુધી છવાતો માહોલ અને ભક્તિભાવના સંગાથે ઝીલાતી પરંપરા હંમેશા લોકોના દિલને જીતી લે છે એવા જ પાવન પ્રસંગે તેજપાલભાઈ સાંન્તિભાઈ. પહલાદભાઈ. કિર્તિભાઈ.દિનેશભાઈ. દ્વારા પાલનપુર શહેરની એક પ્રતિષ્ઠિત સોસાયટીમાં ભવ્ય ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં સોસાયટીના રહીશો સહિત મોટી સંખ્યામાં મહિલાઓ, પુરુષો અને બાળકો જોડાયા હતા.
વિયો….ગરબા રમનારાઓ પરંપરાગત ડ્રેસમાં શણગારાયેલા હતાં. પુરુષોએ માથે રાજવી સાફા પહેરીને રંગીન ગરબાની મસ્તીમાં જોડાયા હતા, જ્યારે મહિલાઓએ ચમકદાર ચણિયા-ચોળી તથા આભૂષણો સાથે સૌનું મન મોહી લીધું હતું. બાળકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને તેઓ પણ ગરબે ઘૂમતા નજરે પડ્યા હતા સંગીતના તાલે સૌએ માતાજીની આરાધનામાં ભક્તિપૂર્વક ગરબા રમીને માહોલને અનોખી ઉર્જા આપી હતી. પરંપરા અને આધુનિકતાનું સુમેળ ધરાવતો આ કાર્યક્રમ સોસાયટીમાં એકતા, ભક્તિભાવ અને આનંદની લાગણી ફેલાવતો જોવા મળ્યો.
ગરબાની રાત્રિનો વિશેષ આકર્ષણ એટલે કાર્યક્રમના અંતે યોજાયેલી લાણી. તેજપાલભાઈ જૈન દ્વારા પુરુષો, મહિલાઓ અને બાળકોને અલગ-અલગ કેટેગરીમાં લાણી (ઇનામ) આપવામાં આવ્યા હતા. આ લાણીના કારણે સૌમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો અને બાળકોમાં તો ખાસ આનંદની લહેર છવાઈ ગઈ આ આયોજનને સફળ બનાવવા માટે સોસાયટીના રહીશો તેમજ આયોજકોના પ્રયાસોને સૌએ વખાણ્યા હતા. લવાણા ગામના યુવક તેજપાલભાઈ જૈન લેખનભાઈ મહેશભાઈ દ્વારા કરવામાં આવેલા આ કાર્યક્રમે પાલનપુરની સાંસ્કૃતિક ઉજવણીમાં અનોખી છાપ મૂકી છે.
આ પ્રસંગ નીમીતે આમંત્રિક મહેમાન આકેસણ સરપંચશ્રી.આકેસણ ટલાટીશ્રી.ઉપાસના સ્કૂલ પ્રિન્સિપાલશ્રી.ઉપસ્થિત રહ્યા હતા