BANASKANTHAPALANPUR

થરામાં પ્રાચીન દેવદેવીઓની મૂર્તિઓની પુનઃ પ્રાણપ્રતિષ્ઠા, મહંતની રજતતુલા ભાગવત કથા સમાપન સાથે પંચામૃત મહોત્સવ સંપન્ન 

  5 ફેબ્રુઆરી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

યશપાલસિંહ ટી વાઘેલા ના જણાવ્યા અનુસાર  કાંકરેજ તાલુકાના  વેપારી મથક થરા નગરમાં સમસ્ત ભરવાડ સમાજની ગુરુગાદી એવા ઝાઝાવડા  ગ્વાલી નાથ મહાદેવ મંદિર તીર્થ આવેલ છે.જયાં ગત તા. ૨૬/૦૧/૨૦૨૩થી પંચામૃત મહોત્સવ સમૈયો કાર્યક્રમ બ્રહ્મલીન ગુરૂ શિવપુરીજી મહારાજના દિવ્યાશિષ સાથે ઝાઝાવડા વાળીનાથ મહાદેવ ગુરુ ગાદીના મહંત ૧૦૦૮ મહામંડલે શ્વર ઘનશ્યામપુરીજી મહારાજની પાવન નિશ્રામાં  વસંત પંચમીના પવિત્ર દિવસે માણેક સ્તંભ રોપવામાં  તથા બ્રહ્મ લીન શિવપુરીજી ગુરુ નરભેપુરીજી મહારાજની ચારસો કિલ્લો વજનની મૂર્તિની પ્રતિષ્ઠાથી શરૂ  થયો ૨૮/૦૧/૨૦૨૩ના મહા મહીનાના માવઠાના થોડા વિચલિત કર્યા પણ સારા કાર્યોમાં કુદરત ભગવાન પણ સાથ આપે જ છે.તા.૨૯/૦૧/૨૦૨૩  પાંચ થી છ ગામોના સમૂહ ભોજન ઝાપા ચૂંદડી કાર્યક્રમ તથા શ્રીમદ્ ભાગવત કથાની ભવ્ય પોથી યાત્રા અને તા.૩૦/૦૧/ ૨૦૨૩ અને તા.૩૧/૦૧/ ૨૦૨૩ના સાંજ સુધી એમ બે દિવસ ૩૦૦૧ ભરવાડ સમાજની દિકરીઓએ સમૂહ લગ્નમાં પ્રભુતામાં ડગ માંડતાં એક અનોખો પ્રસંગ સંપન્ન થયો.  તા.૩૦/૦૧/ ૨૦૨૩થી તા. ૦૫/૦૨/૨૦ ૨૩ દરમ્યાન પંચામૃત મહોત્સવ સમૈયો અંતર્ગત ભાગવત કથા મહારુદ્ર યજ્ઞ ચાલ્યા આજે તા. ૦૫/૦૨/૨૦ ૨૩ને મહાસુદ પૂનમના ભરવાડ સમાજના પિતૃઓના મોક્ષાર્થે ચાલતી ભાઇજી રમેશભાઈ ઓઝાના વ્યાસાસને ભાગવત કથા મહારુદ્ર યજ્ઞની પૂર્ણાહુતિ,  પ્રાચીન દેવદેવીઓની મૂર્તિઓની પુનઃ પ્રાણપ્રતિષ્ઠા અને ઝાઝાવડા વાળીનાથ મહાદેવ ગુરુ ગાદીના મહંત ૧૦૦૮ મહામંડલે શ્વર ઘનશ્યામપુરીજી મહારાજની   રજત તુલા સાથે પંચામૃત મહોત્સવ સમૈયો સંપન્ન થશે.  ગઈકાલે શ્રીમદ્ ભાગવત કથા જ્ઞાન યજ્ઞમાં કૃષ્ણ લગ્નોત્સવ ઉજવણી ભવ્યાતિભવ્ય કરવામાં આવી આખો મંડપ કથા સમીયાણો લગ્નોત્સવમાં ફેરવાયો હતો.કમિજલા મહંત જાનકીદાસજી મહારાજ હાજર રહી કથા શ્રવણ દર્શનોનો લાભ લીધેલ. બ્રહ્મ લીન શિવપુરીજી ગુરુ નરભેપુરીજી મહારાજના ભંડારો ભવ્ય રીતે કરવામાં આવ્યો હતો. તા.૨૬/૦૧/ ૨૦૨૩થી તા. ૦૫/૦૨/૨૦ ૨૩ દરમ્યાન  થરા નગર પંચામૃત મહોત્સવ સમૈયો કાર્યક્રમ અંતર્ગત ભક્તિમય વાતાવરણમાં ફેરવાઈ ગયું હતું. આજે અનોખો વિશ્ર્વરેકર્ડમય ધર્મ ભક્તિનો કાર્યક્રમ સંપન્ન થશે.

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!