THARADVAV-THARAD
થરાદ નગરપાલિકાએ જાહેર રસ્તાઓ તેમજ ફૂટપાથ પરથી દબાણ દૂર કરાવ્યું

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ
થરાદ નગરપાલિકા દ્વારા આજે જાહેર રસ્તાઓ અને ફૂટપાથ પરના દબાણો હટાવવા માટે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ કામગીરી નગરપાલિકા હસ્તકના તમામ જાહેર રસ્તાઓ અને તેના માર્જિન તેમજ ફૂટપાથ પરના દબાણો દૂર કરવા પર કેન્દ્રિત છે. ઝુંબેશના ભાગરૂપે, સરકારી હોસ્પિટલથી મુખ્ય બજારમાં જતા રસ્તા પરના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં નગરપાલિકાના કર્મચારીઓ સાથે પોલીસ કાફલો પણ જોડાયો હતો.નગરપાલિકા દ્વારા અગાઉ દબાણદારોને નોટિસ આપીને આ ઝુંબેશ અંગે જાણ કરવામાં આવી હતી. નોટિસ બાદ આજથી દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.




