GUJARATTHARADVAV-THARAD

લેંડાઉમાં 77મી પ્રજાસત્તાક રાજ્યકક્ષાની ઉજવણી નિમિત્તે પ્રાકૃતિક કૃષિ તાલીમ યોજાઈ

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ

આજ રોજ પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા વાવ થરાદ ના માર્ગદર્શન હેઠળ તારીખ:-21/01/2026 ના રોજ ચૌહાણ પદમસિંહ ના ફાર્મ ઉપર ગામ. લેંડાઉ, તા. થરાદ, જી. વાવ-થરાદ ખાતે 77 માં પ્રજાસત્તાક ની રાજ્યકક્ષાની ઉજવણી નિમિત્તે જીલ્લા અંદર તાલીમ નું આયોજન કરવામાં આવ્યું જેમાં આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી. એચ. જે. જિંદાલ સાહેબ, ભાજપના બક્ષીપંચ મોરચાના મહામંત્રી શ્રી. મનીષભાઈ પ્રજાપતિ, કે. વી. કે. થરાદ ના મુખ્ય વૈજ્ઞાનિક શ્રી. સચિન માલવે અને શ્રી સતીશ ચુડાસમા, લેંડાઉ ગામના સરપંચ શ્રી ઉકજીભાઈ ચૌહાણ, ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ ના સ્ટાફ, આત્મા સ્ટાફે હાજરી આપી જેઓ દ્વારા ખારી જમીનમાં પાણી ભરાઈ રહેવામાં પ્રાકૃતિક કૃષિ કઈ રીતે ફાયદો કરવી શકે છે, પ્રાકૃતિક કૃષિમાં મોડલ ફાર્મ અને બી. આર. સી. યુનિટ નું મહત્વ જેવા મુદ્દા ઉપર ખૂબ ઊંડાણમાં ચર્ચા કરવામાં આવી વધુ માં પ્રાકૃતિક કૃષિ કરવા માટે ખેડૂતો ને પ્રેરવામાં આવ્યા તે ઉપરાંત પ્રાકૃતિક કૃષિ અને એના પાંચ આયામો વિશે ની માહિતી તેમજ જીવામૃત નો લાઈવ ડેમો કરીને સમજાવવામાં આવ્યું અને છેલ્લે વૃક્ષારોપણ કરવામાં આવ્યું.કાર્યક્રમ ની પૂર્ણવતી કરતા પી.ડી.ગલસર બી.ટી.એમ થરાદ દ્વારા આભાર વિધિ કરી કાર્યક્રમ ને પૂર્ણ જાહેર કર્યો.

 

 

Back to top button
error: Content is protected !!