BANASKANTHAPALANPUR
જગાણા ખાતે પ્રિતિ ભોજનનું આયોજન કરાયું
16 સપ્ટેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
જગાણા ખાતે પ્રિતિ ભોજનનું આયોજન કરાયું
પાલનપુર તાલુકાના જગાણા ગામે સ્વ. બાબુભાઇ રઘનાથભાઇ લોહની સ્મૃતિમાં તેમના પરિવારજનો દ્વારા વિશેષ પ્રિતિ ભોજનનું આયોજન કરાયું હતું. ગામની તમામ આંગણવાડી, બાલમંદિર, પ્રાથમિક શાળાઓ તથા શ્રીમતી એસ.કે. મહેતા હાઇસ્કૂલના વિદ્યાર્થીઓને સ્વરૂચિ ભોજન આપવામાં આવ્યું હતું.આ પ્રસંગે કુલ ૧,૬૦૦થી વધુ વિદ્યાર્થીઓએ બટુક ભોજનનો લાભ લીધો હતો. પરિવારજનોમાં રતીભાઇ લોહ, જશુભાઇ લોહ,કેશરભાઇ લોહ, વાઘજીભાઇ લોહ,જયેશભાઇ લોહ, ગોવિંદભાઇ લોહ,સુરેશભાઇ લોહ, કિરણભાઈ લોહ તથા વૈભવ લોહ હાજર રહ્યા હતા. સ્વ. બાબુભાઇના સ્મરણાર્થે થયેલા આ સેવા કાર્યથી વિદ્યાર્થીઓમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો.