DASADASURENDRANAGAR

પાટડીના આલમપુરા ગામે પરીવાર ધાબા પર સુવા ગયાને તસ્કરો દ્વારા રૂ.1,96 લાખ મત્તાની ચોરી

તા.06/06/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના આલમપુર ગામે રહેતા ખેડૂત રાતના સમયે ધાબા પર સુવા ગયા હતા જયારે તેમના માતા પિતા બહાર શેરીમાં સુવા ગયા હતા ત્યારે ઘરની લોખંડની જાળીએ લગાવેલ તાળુ તોડી તસ્કરો ઘરમાંથી ઘરેણા અને રોકડ સહિત રૂ.1.96 લાખની મત્તા ચોરી કરી લઈ ગયાની દસાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે રાતના સમયે પણ તાપમાનનો લઘુત્તમ પારો ઉંચો રહેતા વાતાવરણમાં ગરમી અનુભવાય છે ત્યારે લોકો ગરમીની ત્રસ્ત થઈને ખુલ્લામાં સુવા જાય છે ત્યારે આવા જ એક પરિવારને ત્યાં તસ્કરો ખાતર પડી ગયા છે બનાવની દસાડા પોલીસ મથકેથી વધુમાં મળતી માહિતી મુજબ તાલુકાના આલમપુર ગામે રહેતા 28 વર્ષીય રૂપાભાઈ રામાભાઈ મેવાડા ખેતી કરે છે તા. 31મી મેના રોજ રૂપાભાઈ પત્ની સાથે ધાબા પર સુવા ગયા હતા જયારે તેમના માતા પિતા શેરીમાં બહાર સુવા ગયા હતા આ સમયે ઘરની લોખંડની જાળીએ તાળુ માર્યુ હતુ જયારે વહેલી સવારે રૂપાભાઈ સાડા પાંચ વાગે ઉઠીને નીચે આવતા તાળુ તુટેલુ હતુ અને ઘરમા તપાસ કરતા લાકડાના કબાટમાં સામાન અસ્તવ્યસ્ત હતો જેમાં 7 તોલાના સોનાના દાગીના કિંમત રૂ. 1.61 લાખ, 710 ગ્રામ ચાંદીના દાગીના કિંમત રૂ. 25 હજાર અને રૂ.10 હજાર રોકડા મળી કુલ રૂ.1.96 લાખની મત્તા તસ્કરો ચોરી કરીને લઈ ગયા હતા અજાણ્યા શખ્સ સામે રૂપાભાઈએ દસાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પીએસઆઈ વી આઈ ખડીયા ચલાવી રહ્યા છે.

Back to top button
error: Content is protected !!