BANASKANTHAPALANPUR
રાજ્યસભાના સાંસદની પાલનપુર ખાતે ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ ની શુભેચ્છા મુલાકાત
2 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
કાંકરેજના પૂર્વ ધારાસભ્ય, દાનવીર અને હાલના આપણા રાજ્યસભાના સાંસદ શ્રી બાબુભાઈ દેસાઈ એ ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ પાલનપુરની શુભેચ્છા મુલાકાત લીધી એમની સાથે શ્રી જામાભાઈ દેસાઈ પૂર્વ ચેરમેન થરા માર્કેટયાર્ડ શ્રી મેરૂજીભાઈ ધુંખ સદસ્યશ્રી રાષ્ટ્રીય પરિષદ ભારતીય જનતા પાર્ટી સાથે શ્રી લાલજીભાઈ પ્રજાપતિ પૂર્વ પ્રમુખ પાલનપુર તાલુકા ભાજપ હાજર રહ્યા બાળ કલ્યાણ સમિતિના ચેરમેન જયેશભાઈ દવે દ્વારા તેમનું સાલ અને બુકે આપી સન્માન કરવામાં આવ્યું, સાંસદ શ્રીએ બાળકો સાથે શુભેચ્છા મુલાકાત કરી બાળકોને શુભ આશિષ પાઠવ્યા.બાળ સુરક્ષા અધિકારી શ્રી આશિષભાઈ જોશી એ બાળ કલ્યાણ સમિતિના કાર્યો અને હોમ વિશેની માહિતી પૂરી પાડવામાં આવી હતી.