તેરવાડા ગામની પરણિત યુવતી ગોદા પાસે નર્મદા કેનાલમાં કૂદી ..SDRF ટીમે બચાવી
તાલીમ માટે ટીમ કેનાલ પર પોહચી હતી કેનાલમાં ડૂબતી યુવતીને જોઈ જવાનો કેનાલમાં કુદયા અને યુવતીને બચાવી લીધી

દિયોદર -રિપોર્ટ:- કલ્પેશ બારોટ
દિયોદર તાલુકાના ગોદા નર્મદા કેનાલમાં શનિવારે વહેલી સવારે SDRF ટીમ ટ્રેનીંગ માટે કેનાલ પર આવતા કેનાલમાં એક ૨૦ વર્ષીય યુવતી કેનાલમાં ડૂબતી હોવાનું દેખાતા તાત્કાલિક ધોરણે જવાનોને કેનાલ માંથી યુવતીને બચાવી બહાર કાઢી બેભાન અવસ્થામાં સારવાર અર્થે દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાઇ હતી જેમાં સારવાર બાદ યુવતી ભાન માં આવી હતી અને વધુ સારવાર અર્થે ડીસા હોસ્પિટલ લઈ જવામાં આવી હતી
કાંકરેજ તાલુકાના તેરવાડા ગામની બિલકેશબેન જાવિદભાઇ સુમરા શનિવારે કોઈ અગમ્ય કારણસર ઘરે થી નીકળી ગઈ અને કેનાલમાં કૂદી હતી જેમાં ગોદા પાસે આ યુવતી કેનાલમાં ડૂબતી હોવાનું ટ્રેનીંગ અર્થ આવેલ SDRF ટીમ ના જવાનો ને દેખાતા તાત્કાલિક ધોરણે SDRF જવાનોએ કેનાલમાં કૂદી યુવતીને બચાવી કેનાલમાંથી બહાર નીકાળી હતી અને દિયોદર ૧૦૮ ટીમ ને જાણ કરતા ઘટના સ્થળ પર ટીમ દોડી આવી સારવાર અર્થ દિયોદર રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવેલ જેમાં વધુ સારવાર અર્થે ડીસા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી યુવતીએ ક્યાં કારણસર કેનાલમાં ઝંપલાવ્યું તે જાણવા મળ્યું નથી યુવતીના પરિવારજનો દિયોદર હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા
જવાનોએ યુવતીને કેનાલમાં ડૂબતી જોઈ હતી અને બચાવી લીધી છે :પી એસ આઈ SDRF
આ બાબતે SDRF પી એસ આઈ નવલસિંહ રાઠોડ એ જણાવેલ કે પ્રિમોન્સન ની ટ્રેનીંગ માટે એસ ડી આર એફ ના જવાનો કેનાલ પર આવ્યા હતા જેમાં ગોદા પાસે આ યુવતી કેનાલમાં ડૂબતી હતી જેથી અમારી ટીમે યુવતીને બચાવી છે અને સારવાર અર્થ લાવી છે.





