પાલનપુરની જી.ડી. મોદી કોલેજ ઓફ આર્ટસના CWDC અંતર્ગત સેલ્ફ ડિફેન્સ ટ્રેનિંગ યોજાઇ
25 ફેબ્રુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
તા 10/2/2025 થી 24/2/2025 દરમિયાન જી.ડી મોદી કોલેજ ઓફ આર્ટસના કોલેજ વુમન ડેવલપમેન્ટ સેલ(CWDC) & બનાસકાંઠા જિલ્લા પોલીસ સુરક્ષા સેતુ સોસયટી સંસ્કાર ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે 15 દિવસીય ‘સેલ્ફ ડિફેન્સ’ ટ્રેનિંગનું આયોજન પ્રિ.ચૌહાણ સાહેબના માર્ગદર્શન હેઠળ CWDC કન્વીનર ડૉ.સુરેખાબેન, પ્રો.હેમલબેન દ્વારા કરવામાં આવ્યું હતું. સંસ્કાર ફાઉન્ડેશનના ટ્રેનર સૃષ્ટિ પ્રજાપતિ દ્વારા પંચ, પીઠ, બ્લોક,જેવા ડિફેન્સના વિવિધ પેતરાઓ શીખવવામાં આવ્યા હતા. જેનો લાભ 75 વિદ્યાર્થીનીઓએ લીધો હતો. તેઓને ટ્રેનિંગ પૂર્ણ થયે સમાપન ફંકશનમાં બનાસકાંઠા જિલ્લા પોલીસ સુરક્ષા સેતુના પ્રતિનિધિ ભરતભાઈ તેમજ ડાર્વિન ફાઉન્ડેશનના ટ્રેનર શિવાની પ્રજાપતિ પ્રજાપતિના હસ્તે સર્ટિ. પણ આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં CWDC ના મેમ્બર ડો.કલ્પનાબેન ગાવીત અને ડો.પ્રતીક્ષા બેન પરમાર પણ ઉપસ્થિત રહ્યા હતા.21મી સદી નારીની સદી સાબિત થશે,એવું કહેવું તે અતિશયોક્તિ પૂર્ણ નથી. પ્રવર્તમાન સમયમાં સ્ત્રીઓ પર દિન પ્રતિદિન વધતા જતા છેડતી કે રેપના કેસને ધ્યાને લઈ ગુજરાત સરકાર દ્વારા યોજાતી આવી સેલ્ફ ડિફેન્સ ટ્રેનિંગ મેળવી દીકરીઓ સશક્ત બને અને સ્વરક્ષણ કરી શકે તેવા શુભઆશયથી પ્રતિવર્ષ C.W.D.C કન્વીનર દ્વારા આ ટ્રેનિંગનું આયોજન કરવામાં આવે છે.