BANASKANTHAGUJARATKANKREJ

ઓગડ તાલુકાના થરા ખાતે મેડિકલ કેમિસ્ટ એસોસિયન દ્વારા મેડિકલો બંધના એલાનમાં જોડાયા.

ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે સવારથીજ એકતા મેડિકલ,મહા લક્ષ્મી મેડિકલ,બાપા સદારામ મેડિકલ,

ઓગડ તાલુકાના થરા ખાતે મેડિકલ કેમિસ્ટ એસોસિયન દ્વારા મેડિકલો બંધના એલાનમાં જોડાયા.

ઓલ ઈન્ડિયા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિયેશન દ્વારા દર્દીઓના હિતમાં ગેરકાયદેસર ઓનલાઈન ફાર્મસીના વિરોધમાં આજે એક દિવસ સામૂહિક હડતાળ પર ઉતરીને મેડીકલોમાં બંધ પાળેલ છે.દેશમાં છેલ્લા કેટલાય વર્ષોથી ઓનલાઈન દવાઓનું વેચાણ થઈ રહ્યું છે ડોક્ટરના પ્રીપીપ્શન લેટર વિના ઓનલાઈન દવાના વેચાણથી યુવાનો દવાની સાથે ડ્રગ્સના વ્યશન વાળી દવાઓ મંગાવિને નશાના રવાડે ચડી રહ્યા છે ઓલ ઈન્ડિયા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિયેશન દ્વારા દર્દીઓના હિતમાં ડુપ્લીકેટ તેમજ નકલી દવાના,બિન નિયમિત ઓન લાઈન દવાનો અને દર્દીઓ ના આરોગ્ય સાથે છેડછાડ ના વિરોધમાં ૨૦ મી મે ૨૦૨૬ ના રોજ દેશ વ્યાપી મેડીકલોમાં બંધ પાળવાનું એલાન અપાયું છે. ત્યારે ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે સવારથીજ એકતા મેડિકલ,મહા લક્ષ્મી મેડિકલ,બાપા સદારામ મેડિકલ, શ્રી બ્રહ્માણી મેડિકલ, નીલકંઠ મેડિકલ સહીત દરેક મેડિકલો રાષ્ટ્રવ્યાપી કેમિસ્ટ હડતાલમાં જોડાયા હતા તેમ કમલેશભાઈ શાહે જણાવ્યું હતું.
નટવર કે. પ્રજાપતિ,થરા
મો. 99795 21530

Back to top button
error: Content is protected !!