BANASKANTHAPALANPUR

આદર્શ સાયન્સ, આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ વિસનગર ખાતે શહીદ દિન ઉજવાયો

3 ફેબ્રુઆરી જીતીશ જોષી પાલનપુર બનાસકાંઠા

શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ, વિસનગર સંચાલિત આદર્શ સાયન્સ , આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે “શહીદ દિન” ઉજવાયો. જેના અનુસંધાને વકૃત્વ સ્પર્ધા તથા નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોલેજના તમામ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. નિર્ણાયક તરીકે આદર્શ પ્રાથમિક વિભાગના પૂર્વ પ્રિન્સિપાલ શ્રીમતી હંસાબેન પટેલ તથા ઉચ્ચતર પ્રાથમિક વિભાગના શિક્ષકશ્રી અમરીશભાઈ પટેલ હાજર રહ્યા હતા. કોલેજના પ્રિન્સીપાલશ્રી તથા અધ્યાપકશ્રીઓએ વિદ્યાર્થીઓને શહીદ દિન વિશેની વિસ્તૃત માહિતી આપી હતી.
સંસ્થાના પ્રમુખ શ્રી કે. કે.ચૌધરી અને હોદ્દેદારશ્રીઓએ ભાગ લીધેલ વિદ્યાર્થીઓને અને વિજેતા થયેલ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. આમ સ્ટાફ મિત્રોના સહયોગથી સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન થયું હતું.

Back to top button
error: Content is protected !!